For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા

પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યાના થોડા દિવસ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે સ્ટાર્ટઅપ અને ટેક સમુદાયોને 'આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ'માં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ લોકો દ્વારા પહેલેથી સારો ઉપયોગ કરવામાં આવી રહેલ સૌથી સારી ભારતીય એપની ઓળખ કરવા માટે "આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ" શરૂ કર્યું છે. પરંતુ આ એપ્સમાં આગળ વધવા અને વર્લ્ડ ક્લાસ એપ બનવાની ક્ષમતા હોવી જોઇએ. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે ચેલેન્જ સોશિયલ નેટવર્કિંગ, એન્ટરટેઇનમેન્ટ, ઈ- લર્નિંગ અને ગેમિંગ સહિત કુલ 8 કેટેગરીમાં લૉન્ચ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે હરેક કેટેગરીના પહેલા વિજેતાને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

આર્મનિર્ભર એપઈકોસિસ્ટમ તૈયાર કરવી પડશે

આર્મનિર્ભર એપઈકોસિસ્ટમ તૈયાર કરવી પડશે

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ચેલેન્જ એક આત્મનિર્ભર ઇકોસિસ્ટમ બનાવવામાં મદદરૂપ કરશે. તેમણે લિં્ડઇન પર એક લેખમાં કહ્યું કે "કોણ જાણે છે, હું પણ તમારા દ્વારા બનાવવામાં આવેલ આ એપમાંથી કેટલીકનો ઉપયોગ કરી શકુ છું." ઘોષણા મુજબ વિચારો અને ઉત્પાદનોને સુવિધાજનક બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અટલ ઇનોવેશન મિશન સાથે આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી રહ્યુ છે. જણાવી દઇએ કે મે મહિનામાં 20 લાખ કરોડના આર્થિક રાહત પેકેજના એલાન કરતાં પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનની વાત પણ કહી હતી. તેમણે લોકોને સ્થાનિક ઉત્પાદનો માટે વોકલ બનવાનો આગ્રહ કર્યો હતો.

આ ચેલેન્જ કોના માટે છે

આ ચેલેન્જ કોના માટે છે

પીએમ મોદીએ કહ્યું કે એપ ઇનોવેશન ચેલેન્જ એવા લોકો માટે છે જેમની પાસે આવા પ્રકારના વર્કિંગ પ્રોડક્ટ છે અથવા તો એવા લોકો માટે છે જેમને લાગે છે કે તેમની પાસે આવા પ્રોડક્ટ બનાવવા માટે વિજન અને વિશેષજ્ઞતા છે. તેમણે કહ્યું કે હું ટેક સમુદાયમાં આપણા તમામ દોસ્તોને ભાગ લેવાનો આગ્રહ કરું છું. પીએમ મુજબ ભારતમાં એક બહુ જીવંત ટેક્નિક અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. સ્ટાર્ટઅપ અને ટેક સમુદાયને આ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે બે ટ્રેકમાં ચેલેન્જ ચાલશે, જેમાં હાજર એપ્સનું પ્રમોશન અને નવી એપ્સનું ડેવલપમેન્ટ સામેલ છે.

ભારતીય રમતને આગળ વધારવી છે

ભારતીય રમતને આગળ વધારવી છે

પીએમ મોદીએ કહ્યું કે શુ આપણે પારંપરિક ભારતીય રમતોને એપ્સના માધ્યમથી વધુ લોકપ્રિય બનાવવા વિશે વિચારી શકીએ છીએ? શું આપણે સીખવા, ગેમિંગ માટે યોગ્ય ઉંમર વર્ગ માટે લક્ષિ અને સ્માર્ટ પહોંચવાળા એપ વિકસાવી શકીએ છીએ? શું આપણે પુનર્વાસમાં લોકો માટે ગેમિંગ એપ વિકસિત કરી શકીએ છીએ અથવા તેમની મદદ કરવા માટે કાઉંસલિંગ કરી શકીએ છીએ? આવા કેટલાય સવાલ છે અને માત્ર ટેક્નોલોજીથી જ આ સવાલોનો રચનાત્મક રીતે જવાબ મળી શકે છે.

Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપીRed Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી

English summary
PM Modi's app innovation challenge, winner will get 20-20 lakh rupees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X