For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ત્રણ સરકારી બેંકોનું મર્જર થવા જઈ રહ્યું છે, જાણો શું અસર થશે

દેના બેંક અને વિજયા બેન્કનું બેન્ક ઓફ બરોડામાં મર્જર થયું હતું અને હવે દેશની ત્રીજી સૌથી મોટી બેંકમાં ત્રણ સરકારી બેંકોનું જોડાણ થવા જઈ રહ્યું છે. પં

|
Google Oneindia Gujarati News

સૌ પ્રથમ, છ બેન્કોનું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) માં મર્જર થયું . તે પછી દેના બેંક અને વિજયા બેન્કનું બેન્ક ઓફ બરોડામાં મર્જર થયું હતું અને હવે દેશની ત્રીજી સૌથી મોટી બેંકમાં ત્રણ સરકારી બેંકોનું જોડાણ થવા જઈ રહ્યું છે. પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં ટૂંક સમયમાં ત્રણ સરકારી બેંકોનું મર્જર થશે. એવું માનવામાં આવે છે કે આગામી ત્રણ મહિનામાં ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ (ઓબીસી), આંધ્ર બેંક અને અલ્હાબાદ બેન્કનું જોડાણ પંજાબ નેશનલ બેન્કમાં થવા જઈ રહ્યું છે.

ત્રણ બેંકોનું મર્જર

ત્રણ બેંકોનું મર્જર

પંજાબ નેશનલ બેન્ક અલ્હાબાદ બેન્ક, OBC અને આંધ્ર બેન્કના વિલિનીકરણની તૈયારી થઇ રહી છે. પંજાબ નેશનલ બેન્કમાં આ ત્રણ સરકારી બેંકોનું જોડાણ થવા જઈ રહ્યું છે. પીએનબીમાં મર્જરથી ખાતાધારકો પર કોઈ ખાસ અસર નહીં પડે, જો કે અલ્હાબાદ બેન્ક, OBC અને આંધ્ર બેન્કના ખાતા ધારકોને મર્જર પછી કેટલાક કાગળ કામ કરવા પડશે. નવી ચેકબુક, પાસબુક, નવા આઈએપીએસ કોડ, નવી શાખાઓ જેવા બદલાવ થઇ શકે છે. જોકે, તે માટે બેંક પૂરતો સમય પૂરો પાડશે અને ખાતાધારકોને સંપૂર્ણપણે મદદ કરશે.

એકાઉન્ટ ધારકો પર અસર

એકાઉન્ટ ધારકો પર અસર

બેંકોના જોડાણ પછી, ખાતાધારકોએ નવી ચેક બુક, નવું ટીએમ, નવી પાસબુક ઇશ્યૂ કરાવવી પડશે. કેવાયસીની પ્રોસેસ ફરી કરવી પડશે. એટીએમ અને પાસબુક નવેસરથી અપડેટ કરવામાં આવશે.

લોન અને વ્યાજના દર પર કોઈ અસર નહીં

લોન અને વ્યાજના દર પર કોઈ અસર નહીં

આ બેંકોના મર્જર ચોક્કસપણે પેપર વર્કમાં વધારો થશે, પરંતુ તમારી લોન પર કોઈ અસર થશે નહીં. તમારી લોનનો વ્યાજ દર પૂર્વવત્ રહેશે. તમારા સેવિંગ એકાઉન્ટ અને એફડીના વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં થશે. તમારે તેના પર પહેલાની જેમ જ વ્યાજ ચૂકવવું પડશે.

English summary
Punjab National Bank could take control of two-three smaller public sector banks in the next round of banking
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X