ATMના પૈસા સુરક્ષિત રાખવા માટે આટલું ધ્યાન રાખો
એટીએમ કાર્ડને લઈ ફ્રોડના ઘણા મામલે છેલ્લા કેટલાક મહિનાઓમાં સામે આવ્યા છે. આજકાલ જેમ જેમ ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેમ તેમ ફ્રોડના કિસ્સા પણ વધી રહ્યા છે.
એટીએમ કાર્ડને લઈ ફ્રોડના ઘણા મામલે છેલ્લા કેટલાક મહિનાઓમાં સામે આવ્યા છે. આજકાલ જેમ જેમ ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેમ તેમ ફ્રોડના કિસ્સા પણ વધી રહ્યા છે. ત્યારે આપણે નવી અને આધુનિક ટેક્નોલોજીવાળી વસ્તુઓનો ઉપયોગ જોઈ વિચારીને કરવો જોઈએ, જેથી આપણે ફ્રોડથી બચી શકીએ.

આજ કારણથી અમે તમને અમારા આર્ટિકલમાં કેટલીક એવી ટિપ્સ આપીશું, જે વાંચીને તો તમને કૉમન લાગશે, પરંતુ મોટા ભાગના લોકો તેને ફોલો નથી કરતા. એટલે લોકોએ પરેશાની ભોગવવી પડે છે. અમે તમને એટીએમનો યોગ્ય ઉપયોગ કરવા કહી રહ્યા છીએ. એટીએમ યુઝ કરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
જો તમે નીચે લખેલી વાતોનું ધ્યાન નહીં રાખો તો તમારું એટીએમ કાર્ડ ભલે તમારી પાસે રહે પરંતુ અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ શકે ચે. એટલે જ્યારે જ્યારે એટીએમનો ઉપયોગ કરો ત્યારે નીચે લખેલી નાની નાની વાતોનું ધ્યાન રાખો જેથી તમારી મહેનતાન પૈસા કોઈ ફ્રોડના હાથમાં ન જતા રહે.
આ પણ વાંચો: 1 રૂપિયાની સેલેરી લે છે આ સીઈઓ, જ્યારે કંપની અબજોમાં કમાય છે
ATM માટે કેટલીક ખાસ ટિપ્સ
1. ATM મશીનમાંથી પૈસા કાઢતા સમયે મશીનમાં પિનકોડ એન્ટર કરતા સમયે નંબર પેડને બીજા હાથથી ઢાંકી રાખો. કારણ કે ક્યારેક એવું બની શકે ચે કે મશીનની કોઈ જગ્યાએ હિડન કેમેરા લાગેલો હોય, જે તમારો પાસકોડ રેકોર્ડ કરી લે. એટલે હંમેશા એક હાથથી નંબર પેડને ઢાંકીને જ પાસવર્ડ નાખો.
2. એટીએમમાં કાર્ડ નાખતા સમયે ધ્યાન રાખો કે જ્યાં તમે કાર્ડ સ્વાઈપ કરો છો ત્યાં કોઈ એવી ચીજવસ્તુ ન હોય જે તમારા કાર્ડને ક્લોન કે સ્કેન કરી લે. એટલે જગ્યા જોઈને જ કાર્ડ ઈન્સર્ટ કરો.
3. આપણે જ્યારે પણ કોઈ હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મૉલ કે એરપોર્ટમાં જઈએ છીએ ત્યારે હંમેશા કાર્ડ શોપકીપરને આપીએ છીએ, સાથે જ પિન પણ કહી દઈએ છીએ. જેને એન્ટર કરીને તે તમાર કાર્ડમાંથી પેમેન્ટ કરી લે છે. શક્ય છે કે આ દુકાનદાર તે સમયે તમારા કાર્ડની ડિટેઈલ્સ અને પિન સહિતની માહિતી પોતાની પાસે રેકોર્ડ કરી લે. એટલે તમારે હંમેશા શોપિંગ બાદ પેમેન્ટ સમયે પિન જાતે જ ઈન્સર્ટ કરવો જોઈએ.
4. આ ઉપરાંત જ્યારે તમે તમારા કાર્ડથી કોઈ બીજા POS મશીનમાં સ્વાઈપ કરો ત્યારે ધ્યાન રાખો કે સામેની વય્ક્તિ તમારી સામે જ પેમેન્ટ પ્રોસેસ પૂરી કરી કાર્ડ તમને પાછું આપે.
આ પણ વાંચો: તમે પણ ધનવાન બની શકો છો, બસ આટલું કામ કરો












Click it and Unblock the Notifications
