For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 રૂપિયાની સેલેરી લે છે આ સીઈઓ, જ્યારે કંપની અબજોમાં કમાય છે

દેશની ફાર્મા સેક્ટરની સૌથી મોટી કંપની સન ફાર્માસ્ટુટિકલ્સ સતત નફો કરી રહી છે, જ્યારે તેના ફાઉન્ડર અને મેનેજીંગ ડાયરેક્ટર દિલિપ સાંઘવી માત્ર 1 રૂપિયાની પ્રતિકાત્મક સેલેરી લે છે.

|
Google Oneindia Gujarati News

દેશની ફાર્મા સેક્ટરની સૌથી મોટી કંપની સન ફાર્માસ્ટુટિકલ્સ સતત નફો કરી રહી છે, જ્યારે તેના ફાઉન્ડર અને મેનેજીંગ ડાયરેક્ટર દિલિપ સાંઘવી માત્ર 1 રૂપિયાની પ્રતિકાત્મક સેલેરી લે છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2018-19માં તેમનું પેકેજ લગભગ 3 કરોડ રૂપિયાનું હતુ પણ કંપની તરફથી આપેલ માહિતી પ્રમાણે વર્ષ 1018-19માં તેમણે સેલરીના નામે માત્ર 1 રૂપિયો જ લીધો છે. જ્યારે આ જ વર્ષે કંપનીના નફામાં 27 ટકાનો વધારો થયો છે.

દિલિપ સાંઘવી હાલ ફાર્મા સેક્ટરમાં સોથી વધુ પગાર મેળવતા સીઈઓ છે. તેમના સાળા અને કંપનીના કો-પ્રમોટર સુધીર વાલિયાએ વર્ષ 2019માં સેલેરીના નામે માત્ર 1 રૂપિયો જ લીધો છે. જો કે આ વર્ષના મે માં વાલિયાએ કંપનીના ફુલ ટાઈમ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધુ છે પણ તેઓ આ કંપનીના નૉન-પ્રમોટર, નૉન એક્ઝીક્યુટીવ અને નૉન-ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે હજુ જળવાઈ રહ્યા છે.

વર્ષ 2017-18માં હતુ સવા 3 કરોડનું પેકેજ

વર્ષ 2017-18માં હતુ સવા 3 કરોડનું પેકેજ

સન ફાર્માસ્ટુટિકલ્સના સીઈઓ દિલિપ સાંઘવીને વર્ષ 2017-18માં 3.36 કરોડનું પેકેજ મળતુ હતુ. જ્યારે તેમની તુલનામાં વર્ષ 2018-19માં કેડિલા હેલ્થકેયરના મેનેજીંગ ડાયરેક્ટર શર્વિલ પટેલને વાર્ષિક 25 કરોડનું પેકેજ મળતુ હતુ. ઉપરાંત લ્યૂપિનના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઈઓ જી વી પ્રસાદને વાર્ષિક 12.38 કરોડનું પેકેજ મળતુ હતુ.

આશરે 3 લાખના અન્ય લાભો

આશરે 3 લાખના અન્ય લાભો

દિલિપ સાંઘવીએ વેતન તરીકે માત્ર 1 રૂપિયો જ લીધો છે, જો કે અન્ય પદેથી તેમને કંપની દ્વારા આશરે 3 લાખનો લાભ થયો છે. કંપનીના વાર્ષિક રિપોર્ટ અનુસાર તેમણે 31 માર્ચ 2019 સુધી કંપની તરફથી 2.62 લાખ રૂપિયા જેમાં હાઉસ રેંટ એલાઉન્સ, લીવ ટ્રાવેલ, મેડિકલ રીઈમ્બર્સમેન્ટ, પીએફ વગેરે તરીકે મળ્યા છે. દિલિપ સાંઘવીની પોતાની સન ફાર્મામાં આશરે 9.6 ટકાની ભાગીદારી છે, જેની વેલ્યુ આ સમયે આશરે 11,039 કરોડ રૂપિયા છે.

ડિવિડેંડથી મળ્યા કરોડો રૂપિયા

ડિવિડેંડથી મળ્યા કરોડો રૂપિયા

સન ફાર્માસ્યુટિકલ્સ સતત પોતાના શેયરધારકોને ડિવિડેંડ આપી રહી છે. વર્ષ 2018-19માં દિલિપ સાંઘવીને તેમના શેયરોના બદલે અંદાજે 63.3 કરોડનું ડિવિડેંડ મળ્યુ છે. જ્યારે આ વર્ષે આ ડિવિડેંડ આશરે 46.1 કરોડ રૂપિયા હતુ.

જ્યારે કંપનીની કમાણી કરોડોમાં

જ્યારે કંપનીની કમાણી કરોડોમાં

નાણાકીય વર્ષ 2018-19માં કંપનીએ 10 ટકાના વધારા સાથે 28,686 કરોડનું વેચાણ કર્યુ હતુ. જેમાં ચોખ્ખો નફો 27 ટકા વધ્યો હતો. જો કે ગયા વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં કંપનીનો નફો 52 ટકા ઘટ્યો હતો. આ સમયે કંપનીએ પોતાના વિતરણ નેટવર્કમાં ફેરફાર કરવા પાછળ 1,085 કરોડ રૂપિયાની રકમ ખર્ચવી પડી હતી. જેથી તેનો નફો ઘટ્યો હતો.

English summary
This CEO takes 1 rupee, while the company earns billions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X