PPF રોકાણકારોને 20 વર્ષ ગાળામાં સેન્સેક્સની તુલનામાં વધુ વળતર મળ્યું
નવી દિલ્હી, 25 ઓગસ્ટ : સેન્સેક્સે છેલ્લા એક વર્ષમાં 44 ટકાનું જોરદાર વળતર આપ્યું છે. કેટલાક શેરોમાં તો આ સમયગાળામાં 100 ટકાથી પણ વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. આ કારણે જ શેરબજારમાં તેજી હોય ત્યારે રોકાણકારો હંમેશા ઊંચા વળતરથી આકર્ષાઇને વધુ રોકાણ કરવા ખેંચાય છે. જો કે રોકાણકારોનો શેરબજાર પ્રેમ ડગમગી જાય તેવો એક રિપોર્ટ બહાર આવ્યો છે.
અંગ્રેજી બિઝનેસ ન્યુઝ પેપર ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર છેલ્લા 20 વર્ષમાં શેરબજાર કરતા પબ્લિક પ્રોવિડન્ડ ફંડ એટલે કે પીપીએફ (PPF)એ વધારે વળતર ચૂકવ્યું છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે 'છેલ્લા બે મહિનામાં ઇક્વિટી સ્કીમ્સના રોકાણ અને નવાં ડીમેટ ખાતાની સંખ્યા પર નજર કરીએ તો, રિટેલ રોકાણકારો શેરબજારમાં પાછા ફરી રહ્યા હોવાનો સંકેત મળે છે. આ રોકાણકારોએ એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે છેલ્લા કેટલાક સમયમાં શેરોમાંથી જે વળતર મળ્યું છે તે આગામી સમયમાં મળવું મુશ્કેલ છે. કેટલાક કિસ્સામાં લાંબા ગાળાના રોકાણનો ખાસ ફાયદો મળ્યો નથી. છેલ્લા 20 વર્ષના આંકડાનો અભ્યાસ કરીએ તો માત્ર શેરમાં રોકાણ કરનારને નિરાશા સાંપડી છે.'
સેન્સેક્સ ઓગસ્ટ 1994માં 4,588ની સપાટીએ હતો. હાલ સેન્સેક્સ 26,420ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. આ 20 વર્ષના ગાળામાં સૂચકાંક સેન્સેક્સનું વાર્ષિક વળતર માત્ર 9.15 ટકા રહ્યું છે. તેની સામે PPF જેવી કેટલીક ડેટ પ્રોડક્ટ્સે આ ગાળામાં સેન્સેક્સ કરતાં વધુ 10.46 ટકાનું વળતર આપ્યું છે. આંકડાની રીતે આ તફાવત ભલે નાનો લાગતો હોય, પરંતુ મૂલ્યની રીતે તે ઘણો મોટો છે. તમે ગઈ તેજીના આખરી ભાગ (ઓગસ્ટ 2007) માં બજારમાં પ્રવેશ્યા હોવ તો તાજેતરની તેજી છતાં છેલ્લા સાત વર્ષમાં સેન્સેક્સે માત્ર 8.10 ટકાનું વાર્ષિક વળતર આપ્યું છે.
આ તફાવત સમજવા એક ઉદાહરણ જોઇએ તો ઓગસ્ટ 1994ના આખરી ભાગમાં તમે સેન્સેક્સ અને પીપીએફ બંનેમાં રૂપિયા 10,000 - 10,000નું રોકાણ કર્યું હોય તો સેન્સેક્સના રોકાણની રકમ અથવા વળતર રૂપિયા 57,520 મળવાપાત્ર થાય છે. જયારે PPFમાંથી તમને રૂપિયા 73,124 જેટલું વળતર મળવાપાત્ર થાય છે.
આટલા મોટા તફાવતને જોયા બાદ તેનો અર્થ એવો નથી કે, પીપીએફનું વળતર ઇક્વિટી કરતાં હંમેશા વધારે હોય છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
