For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રુડ તેલમાં ભાવ ઘટાડો નવા ઓઇલ ફિલ્ડ શોધવા ક્ષેત્રે રોકાણ ઘટાડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જાન્યુઆરી : વૈશ્વિક બજારોમાં ક્રુડ છેલ્લા 5 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું છે. ક્રુડ ઓઇલના ભાવમાં સતત ઘટાડાની નકારાત્મક અસરો વૈશ્વિક અર્થતંત્રના પાયા હચમચાવી શકે છે.

ક્રુડ તેલના ઘટતા ભાવોની લાંબાગાળાની અસરો વિશે વિશ્વ બેંક દ્વારા આર્થિક ક્ષેત્રે હકારાત્‍મક તેમજ નકારાત્‍મક પાસાઓ અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે. આગામી એક વર્ષ સુધી ક્રુડ તેલના ભાવમાં ખાસ વધારો જોવા મળે તેવા કોઇ અણસાર જણાતા નથી.

oil-6

આ અહેવાલમાં વિશ્વ બેંકે જણાવ્‍યુ છે કે ક્રુડની આયાત કરતા દેશો અને ખાસ કરીને વિકાસશીલ દેશોના અર્થતંત્રો ઉપર ક્રુડના ભાવમાં થયેલા ઘટાડાથી હકારાત્‍મક અસર જોવા મળશે. વર્ષ 2015ના વર્ષમાં ક્રુડના ભાવ નીચા રહેવાની આશા વિશ્વ બેંકના અધિકારીઓએ વ્‍યકત કરી હતી.

ક્રુડની આયાત કરતા દેશો માટે તેના નીચા ભાવને પગલે આર્થિક વિકાસ સાધવામાં તેમજ ફુગાવાજન્‍ય દબાણ નીચુ રાખવામાં સહાયતા મળશે તેમ કહેવામાં આવ્યું છે. બાહ્ય અને નાણાકીય દબાણ પણ ઘટાડી શકાશે.

બીજી તરફ ક્રુડની નિકાસ કરતા દેશો માટે નીચા ભાવ ગંભીર પડકાર ઉભો કરી રહ્યા છે. આવા દેશોનો આર્થિક વિકાસ દર રૂંધાઇ શકે છે. જો ક્રુડના ભાવ હજી નીચા રહેશે તો નિકાસકાર દેશો નવા તેલ ક્ષેત્રો શોધવા માટે મુડીરોકાણ કરવામાં ખચકાટ અનુભવશે તેવી ચેતવણી પણ વિશ્વ બેંકે તેના અહેવાલમાં આપી છે.

ઓછી આવક ધરાવતા દેશો નવા તેલક્ષેત્રો પાછળ મુડી રોકાણમાં વેગ નહી આવે અથવા ક્રુડના સારકામના બિનવૈકલ્‍પિક સંસાધનો જેવા કે શૈલ ઓઇલ, ટાર એન્‍ડ અને ઉંડા દરિયામાં સારકામની પ્રવૃતિ પણ મંદ પડવાની ચેતવણી વિશ્વ બેંકે આપી છે.

English summary
Price cut in crude oil would decrease investment in exploring new oil field.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X