પેટ્રોલ-ડીઝલની કિંમતોએ વધારી નાગરિકોની મુશ્કેલી, જાણો આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતોએ વધારી નાગરિકોની મુશ્કેલી, જાણો આજનો ભાવ

અમદાવાદઃ દિવસેને દિવસે પેટ્રોલની કિંમતો આસમાને પહોંચતી જઈ રહી છે. બેકાબૂ થયેલ પેટ્રોલ-ડીઝલની કિંમતોને પગલે સામાન્ય નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતોમાં 24 પૈસાનો અને ડીઝલમાં 35 પૈસાનો વધારો ઝીંકાયો છે. નવા ભાવ ગાલુ થયા પાદ પેટ્રોલ લીટર દીઠ 82.83 રૂપિયા અને ડીઝલ લીટર દીઠ 80.59 રૂપિયામાં મળી રહ્યું છે.

petrol

નવી દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતોમાં 24 પૈસાનો અને ડીઝલની કિંમતોમાં 30 પૈસાનો વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 83.73 અને ડીઝલ 75.09 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે જ્યારે મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. જ્યાં 24 પૈસાના વધારા સાથે પેટ્રોલ 91.08 અને 32 પૈસાના વધારા સાથે ડીઝલ 79.72 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. સતત થઈ રહેલા આ ભાવ વધારાના કારણે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો ઈ રહ્યો છે, જ્યારે સરકાર પણ ભાવ વધારાને નાથમાં નિષ્ફળ નિવળી રહી છે.

એકબાજુ જયાં પહેલેથી જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાના પગલે લોકો પરેશાન હતા, ત્યારે બીજી બાજુ રાંધણ ગેસ એલપીજી કેસમાં પણ ભાવ વધારાએ લોકોની કમર તોડી છે. દિલ્હીમાં એલપીજી સિલિન્ડરમાં 59 રૂપિયાનો વધારો થયો છે અને આ ભાવ વધારા બાદ સિલિન્ડર 502.4 રૂપિયામાં મળી રહ્યો છે. જ્યારે સબ્સિડી વિનાનો સિલિન્ડર પણ ઓક્ટોબરમાં 59 રૂપિયા મોંઘો થઈ ગયો હતો.

આ પણ વાંચો- યૂટ્યૂબને કારણે ફેસબુક થયું હેક! થશે અબજો રૂપિયાનો દંડ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X