સોનાના ભાવ ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચવાની સંભાવના

પાછલા સપ્તાહમાં સામાન્ય રીતે સોનામાં તેજી જોવા મળી હતી, પરંતુ મંદીના અમુક સંકેતોના કારણે બુધવારના દિવસે સોનામાં જોવા મળેલી એક મહિનાની તેની સરખામણીએ 2.65 ટકાનો ઘટાડો આવી ગયો હતો. પાછલા ત્રણ સપ્તાહમાં સોનામાં નવ ટકાની મજબૂતાઈ જોવા મળી હતી. શુક્રવારે હાજર બજારમાં સોનાનો ભાવ 0.2 ટકા ઘટીને 1330 ડોલર થઈ ગયો હતો.
ટ્રેડર્સના જણાવ્યા પ્રમાણે સોનાના સેશનમાં હાઈ લેવલ 1,340 સુધી પહોચી ગયા બાદ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુ હતું. 20 જૂનના રોજ સોનું 1350 ડોલરની સપાટી પાર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. આ દિવસે સોનામાં સરેરાશ છ ટકાનો ઘટાડો આવ્યો હતો અને તેથી સોનામાં મંદીનું વાતાવરણ થઈ ગયું હતું.
ટેક્નીકલ એનાલિસ્ટના મત પ્રમાણે આગામી દિવસોમાં સોનું ફરી એક વખત ત્રણ વર્ષની નીચી સપાટીએ 1295 ડોલર સુધી નીચુ આવી શકે છે. વાર્કલેજેના અગ્રણી એનાલિસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ડેઈલી ટેક્નિકલ રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નજીકના ટૂંકા ગાળામાં સોનુ 1350થી 1260 ડોલરની મધ્યમાં રહે તેવી શક્યતા છે. બાર્કલેજના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે હાલના સ્તર પ્રમાણે સોનુ ઓવરબોટ છે અને ગુરુવારે તેમણે તેના માટે મંદીનું રેટિંગ આપ્યું છે.
સોસાએતે જેનરાલીના ટેક્નિકલ એનાલિસ્ટ સ્ટેફની આએમ્સે જણાવ્યું છે કે સોનું 1346 ડોલરની ઉપલી લીમિટ સુધી પહોચી રહ્યું છે, જ્યાં તે ડેઈલી રિવર્સલની પેટર્ન બનાવી રહ્યું છે. આમ સોનામાં હવે કરેકશન થઈ શકે છે. અને હવે સોનુ 1303થી 1295 અને 1275 ડોલરની સપાટીમાં રહી શકે છે.












Click it and Unblock the Notifications
