For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી મોંઘી બનશે રેલવે મુસાફરી, નવા દર લાગૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

railway
નવી દિલ્હી, 21 જાન્યુઆરી: રેલભાડામાં આજથી વધારો લાગૂ થઇ જશે અને હવે સામાન્ય પ્રજાને વધેલા ભાવ કારણે પોતાનું ખીસ્સુ ઢીલું કરવું પડશે. સ્લીપર ક્લાસમાં 1,000 કિલોમીટર સુધી 60 રૂપિયામાં તો એસી-3માં 1,000 કિલોમીટર પર 100 રૂપિયા ચુકવવા પડશે. આજથી ભાવવધારો લાગૂ કરવામાં આવશે.

રેલભાડામાં ભારેખમ ધરખમ વધારો કરતાં સ્લીપરથી માંડીને એસી ક્લાસના ભાડા વધારી દેવામાં આવ્યાં છે. સરકારે આ નિર્ણય નવ જાન્યુઆરીના રોજ લીધો હતો, જેને આજથી લાગૂ કરવામાં આવશે.

રેલ બજેટ 2013 રજૂ થવાને લગભગ હજુ દોઢ મહિના જેટલો સમય બાકી છે. બજેટ પહેલાં કેન્દ્રિય રેલમંત્રી પવન બંસલે રેલવેના ભાડામાં વધારો કર્યો છે. રેલભાડાના વધારાની સૌથી વધુ અસર દરરોજ અપડાઉન કરનાર મુસાફરો પર વર્તાશે. હવે ઓછામાં ઓછું ભાડું 3 રૂપિયાના બદલે 5 રૂપિયા થશે જે સ્ટેશનોનું ભાડુ 6-7 રૂપિયા છે તેને વધારીને રાઉન્ડ ફિગર 10 રૂપિયા કરી દિધું છે.

રેલ મુસાફરો પર વધુ એક બોજ નાખવામાં આવ્યો છે. સુપરફાસ્ટ ચાર્જ પણ 8-9 રૂપિયાની જગ્યાએ રાઉન્ડ ફિગર 10 રૂપિયા કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એમએસટી ધારકોને 8 રૂપિયા અને સામાન્ય ટિકિટ ધારકોને 9 રૂપિયા સુપરફાસ્ટ ચાર્જ આપવો પડશે, પરંતુ હવે 22 જાન્યુઆરીથી મુસાફરોને વધેલ સુપરફાસ્ટ ચાર્જ ચૂકવવો પડશે.

English summary
With effect from Monday, rail fares across all passenger classes will become costlier.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X