For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Railway budget 2023: રેલવેને અત્યાર સુધીનુ મળ્યુ સૌથી વધુ 2.40 લાખ કરોડ રુપિયાનુ બજેટ

|
Google Oneindia Gujarati News

Railway budget 2023: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલમાં સંસદમાં સામાન્ય બજેટ સતત પાંચમી વાર રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં તેમણે ઘણા મોટા એલાન કર્યા છે. જેમાંથી રેલવે માટે કુલ 2.40 લાખ કરોડ રુપિયાનુ એલાન કરવામાં આવ્યુ છે. આ પૈસા રેલવે ટ્રેકોમાં સુધારા સાથે મુસાફરોને મળતી સુવિધાઓ વધારવામાં કરવામાં આવશે.

budget

નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલવેમાં નવી યોજનાઓ માટે 75 હજાર કરોડની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022-23માં રેલવેની કાયાપલટ માટે 1.4 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યુ હતુ. આર્થિક સમીક્ષા 2022-23 મુજબ, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી વૃદ્ધિનું મુખ્ય કારણ સરકાર દ્વારા ભંડોળની ફાળવણીમાં નોંધપાત્ર વધારો છે. આ સાથે, સમીક્ષાએ કોવિડ રોગચાળા પછી પેસેન્જર અને નૂર બંને ક્ષેત્રોમાં સુધારો કરવાના રેલવેના પ્રયાસોની પ્રશંસા કરી. સર્વેમાં જણાવાયુ છે કે દેશભરમાં વધતી ગતિશીલતા અને ઝડપી ટ્રેનોની માંગ આવનારા વર્ષોમાં પેસેન્જર ટ્રાફિકમાં વધારો કરશે.

English summary
Railway budget 2023: Rs 2.40 lakh crore capital outlay for next fiscal year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X