રેલવે બજેટ મંજૂર, ગુજરાતના ફાળે આવી બે ટ્રેન

ગુજરાતને જે બે ટ્રેન આપવાની જાહેરાત કરાઇ છે તેમાં રાજકોટ-નિઝામુદ્દીન અને ઓખા-નાથદ્વાર(બંને સાપ્તાહિક)નો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભામાં આ અંગે 13 કલાકની લાંબી ચર્ચા બાદ મંજૂરી આપી દેવાઇ છે.
પવનકુમાર બંસલે ટીકિટ રિઝર્વેશન અને કેન્સલેશન ફીમાં વધારો કરવાના અણસાર આપવા અંગે જણાવ્યું કે ટીકિટ બુકિંગનું કામ 120 દિવસ પહેલાથી શરૂ થઇ જતું હોવાથી વચોલીયાઓ બુક કરાવી દે છે અને પછી તેની કાળાબજારી કરી નાખે છે, માટે તેની ફીમાં વધારો કરવો જરૂરી છે.












Click it and Unblock the Notifications
