For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલ્વેએ ભંગાર વેચીને 35 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી

કમાવવાના ઘણા રસ્તાઓ છે. ભારતીય રેલ્વેએ તેનું ઉદાહરણ આપ્યું છે. જી હા, ભારતીય રેલ્વેએ ભંગાર વેચીને તેના ખજાનામાં એક મોટી રકમ ઉમેરી છે.

|
Google Oneindia Gujarati News

કમાવવાના ઘણા રસ્તાઓ છે. ભારતીય રેલ્વેએ તેનું ઉદાહરણ આપ્યું છે. જી હા, ભારતીય રેલ્વેએ ભંગાર વેચીને તેના ખજાનામાં એક મોટી રકમ ઉમેરી છે. રેલવેની તરફથી એક આરટીઆઈ અરજીના જવાબમાં બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર, વિભાગે છેલ્લા 10 વર્ષમાં ભંગારમાંથી 35,073 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Indian Railway

આપને જણાવી દઈએ કે રેલવે મંત્રાલયે છેલ્લા 10 વર્ષમાં વેચેલા ભંગાર અંગે જાહેર કરેલી વિગતો દર્શાવે છે કે વિભાગે વર્ષ 2009-10 થી 2018-19ના સમયગાળા દરમિયાન વિવિધ પ્રકારના ભંગાર વેચીને 35,073 કરોડ રૂપિયા કમાયા છે. આમાં કોચ, વેગન્સ અને ટ્રેકનું ભંગાર શામેલ છે.

રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલી વિગતોમાં માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત, મધ્યપ્રદેશના માલવા-નિમંડ ઝોનના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકરને કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ભંગાર 4409 કરોડ રૂપિયા વર્ષ 2011-12 માં વેચવામાં આવ્યું, જયારે સૌથી ઓછું ભંગાર વર્ષ 2016-17 માં 2,718 કરોડની કમાણી થઇ હતી.

રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વેચાયેલા ભંગારમાં રેલ્વે ટ્રેકનો સૌથી મોટો હિસ્સો છે. 2009-10 થી 2013-14 દરમિયાન 6,885 કરોડ રૂપિયાનું ભંગાર વેચવામાં હતું, જ્યારે 2015-16થી 2018-19ના સમયગાળા દરમિયાન 5,053 કરોડ રૂપિયાનું ભંગાર વેચ્યું. એકંદરે, 10 વર્ષમાં રેલ પરિચાલનના ટ્રેકના વેચાણથી 11,938 કરોડ રૂપિયાની આવક થઈ છે.

રેલવે ટ્રેક સ્ક્રેપ્સથી એક વાત સ્પષ્ટ છે કે રેલવે ટ્રેકનું ભંગાર વર્ષ 2009-15થી 2013-14ના પાંચ વર્ષના સમયગાળાની તુલનામાં 2014-15થી 2018-19ની વચ્ચે ઘટ્યો છે. તેના પરથી એવું જણાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં રેલ્વે ટ્રેકમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જો રેલ્વે ટ્રેકમાં કોઈ ફેરફાર થાય છે, તો તે જ પ્રમાણમાં જૂના ટ્રેકનું ભંગાર નીકળે છે.

આ પણ વાંચો: એક જ એજન્ટે 11,17,000 રૂપિયાની 426 રેલ્વે ટિકિટ બુક કરી દીધી

English summary
Railway Made Rupees 35 Thousand Crore By Selling Scrap
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X