For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો

શેર બજારની માહિતી રાખનારાઓ માટે લોકો માટે રાકેશ ઝુનઝુનવાલા નવું નામ નથી. ઘણા લોકો તેમને ભારતના વોરન બફેટ પણ કહે છે.

|
Google Oneindia Gujarati News

શેર બજારની માહિતી રાખનારાઓ માટે લોકો માટે રાકેશ ઝુનઝુનવાલા નવું નામ નથી. ઘણા લોકો તેમને ભારતના વોરન બફેટ પણ કહે છે. રાકેશ ઝુનઝુનવાલા પણ બફેટની જેમ જ સમય પહેલા અનુમાન કરી લે છે કે પૈસા ક્યાં બનાવી શકાય છે. આ વખતે તેમણે હવામાં દાવ લગાવ્યો અને 5 વર્ષમાં 600 ટકાથી વધુનું વળતર મળ્યું.

Rakesh Jhunjhunwala

ક્યાં મળ્યું આટલું રિટર્ન

રાકેશ ઝુનઝુનવાલાએ સ્પાઇસજેટ પર પાંચ વર્ષ પહેલાં દાવ લગાવ્યો હતો. 2014 માં તેમણે સ્પાઇસજેટના શેર 19.10 રૂપિયામાં ખરીદ્યા હતા. હવે સ્પાઇસજેટના શેરની કિંમત 137 રૂપિયામાં ચાલી રહી છે. આ રીતે, રાકેશ ઝુનઝુનવાલાએ 5 વર્ષમાં આશરે 600 ટકા વળતર પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં આમાં લગભગ 54 ટકા સુધીનો વધારો થયો છે. રાકેશ ઝુનઝુનવાલાએ તે સમયે સ્પાઇસજેટના શેરમાં દાવ લગાવ્યો હતો જ્યારે ભારતમાં એવિએશન સેક્ટરને રિસ્કી માનવામાં આવતું હતું.

રાકેશ ઝુનઝુનવાલાએ કેટલા શેર લીધા હતા

નવેમ્બર 2014 માં રાકેશ ઝુનઝુનવાલાએ સ્પાઇસજેટના 75 લાખ શેર 17.88 રૂપિયા પર ખરીદ્યા હતા. તે સમયે, તેની ખરીદી લગભગ 13.4 કરોડ રૂપિયાની હતી. હવે 75 લાખ શેરોની કિંમત 102.75 કરોડ રૂપિયા છે. શેરની સંખ્યા અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા પાસે સ્પાઇસજેટની આશરે 1.25 ટકા હિસ્સેદારી છે.

આ પણ વાંચો: અબજોપતિ પણ નથી રહ્યા અનિલ અંબાણી, કંપનીઓ વેચી દેવું ચૂકવે છે

English summary
Rakesh Jhunjhunwala Investment in Spicejet, gets over 600 percent return
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X