For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અબજોપતિ પણ નથી રહ્યા અનિલ અંબાણી, કંપનીઓ વેચી દેવું ચૂકવે છે

એક સમયે, દુનિયાના અમીરોની લિસ્ટમાં શામેલ અનિલ અંબાણી આજે અબજોપતિ પણ નથી રહ્યા.

|
Google Oneindia Gujarati News

એક સમયે, દુનિયાના અમીરોની લિસ્ટમાં શામેલ અનિલ અંબાણી આજે અબજોપતિ પણ નથી રહ્યા. અમીરોની માહિતી આપનારી મેગેઝિન ફોર્બ્સે વર્ષ 2008 માં અનિલ અંબાણીને છઠ્ઠા સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા. પરંતુ છેલ્લા 11 વર્ષોમાં ચિત્ર બદલાઈ ગયું છે. અનિલ અંબાણી, જે 59 વર્ષના થયા છે, હવે અબજોપતિ નથી રહ્યા. હાલમાં, અનિલ અંબાણીની કુલ સંપત્તિ રૂ. 3651 કરોડ છે, પરંતુ તેમાં તે કંપનીઓની વેલ્યુ પણ સામેલ છે જેના શેર ગીરવે મુકવામાં આવ્યા છે. જો આ રીતે મૂલ્યાંકન કરવામાં આવે, તો તેમની મિલકતની કિંમત ફક્ત રૂ. 765 કરોડ રહી જાય છે, જેના કારણે અનિલ અંબાણી અબજોપતિ ક્લબ માંથી બહાર થઇ ગયા છે.

આ પણ વાંચો: પત્ની પાસેથી 10 હજાર ઉધાર લઈ શરૂ કરી કંપની, બનાવ્યા 2.5 કરોડ રૂપિયા

અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ પર લોનની સ્થિતિ જાણો

અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ પર લોનની સ્થિતિ જાણો

અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રૂપ પાસે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. માર્ચ 2018 ના આંકડા અનુસાર, રિલાયન્સ કેપિટલ પર 46,400 કરોડ રૂપિયાનું દેવું હતું. આરકોમ પર 47,234 કરોડ રૂપિયાનું દેવું હતું. આ ઉપરાંત, રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને ઈન્ફ્રા પર કુલ મળીને 36 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું. રિલાયન્સ પાવર પર પણ 31,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે.

હવે દેવું પૂરું કરવા માટે વેચાઈ રહી છે ગ્રુપ કંપનીઓ

હવે દેવું પૂરું કરવા માટે વેચાઈ રહી છે ગ્રુપ કંપનીઓ

તાજેતરમાં, અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપે જણાવ્યું છે કે તેમના ગ્રુપે સંપત્તિ વેચીને છેલ્લા 14 મહિનામાં રૂ. 35,000 કરોડથી વધુનું દેવું પૂરું કર્યું છે. ગયા 2 વર્ષમાં રિલાયન્સ ગ્રૂપની સંપત્તિની જે બે મોટી કંપનીઓ વેચી તેમાં રિલાયન્સ પાવરનું ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ અને રીલાયન્સ ગ્રુપનું મ્યુચ્યુઅલ ફંડ કારોબાર છે.

આ રીતે વેચાયો મ્યુચ્યુઅલ ફંડ કારોબાર

આ રીતે વેચાયો મ્યુચ્યુઅલ ફંડ કારોબાર

અનિલ અંબાણી મ્યુચ્યુઅલ ફંડના કારોબાર માટે એક કંપની ચલાવતા હતા. આ જોઈન્ટ વેન્ચરનું નામ રિલાયન્સ નિપ્પોન લાઇફ એસેટ મેનેજમેન્ટ હતું. કંપનીના ભાગીદારને કંપનીએ 42.88 ટકા હિસ્સો વેચી દીધો. આ વેચાણમાંથી મળેલા પૈસા પણ દેવું ઘટાડવા માટે ખર્ચવામાં આવ્યા છે.

English summary
Anil Ambani Fall from the Billionaire List As ADAG Shares Continue To Fall
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X