હવે જો 10 રૂપિયાને લેવાની ના પાડશો તો થશે રાજદ્રોહ

Posted By:
Subscribe to Oneindia News

10 રૂપિયાના સિક્કાને લઇને અવાર નવાર અફવાઓનું બજાર ગરમ રહે છે. તે વચ્ચે ભારતીય રિર્ઝવ બેંક સ્પષ્ટતા આપી છે કે 10 રૂપિયાના તમામ સિક્કા સંપૂર્ણપણે કાયદેસર છે. અને તે દેશમાં કોઇ પણ જગ્યાએ કોઇ પણ વ્યક્તિ ઉપયોગમાં લઇ શકે છે. એટલું જ નહીં આરબીઆઇએ ચેતવણી પણ આપી છે કે આ સિક્કાને લેવાની જો કોઇ વ્યક્તિ ના પાડે છે તો તેની સામે રાજદ્રોહનો મામલો પણ દાખલ કરી શકાય છે.

coine

નોંધનીય છે કે આજકાલ બજારમાં તમામ જગ્યાએ 10 રૂપિયાના સિક્કાને લઇને અલગ અલગ પ્રકારના ભ્રમ ફેલાવવામાં આવ્યા છે. વળી 10 રૂપિયાના સિક્કા પર અલગ અલગ છાપ છે જેને લઇને પણ લોકોમાં મત ભેદ છે કોઇ કહે છે કે ફલાણી છાપ વાળો 10 રૂપિયાનો સિક્કો સાચો તો કોઇ કહે છે ફલાણી છાપનો. પણ આરબીઆઇએ સ્પષ્ટતા આપી છે કે ભલે છાપ અલગ અલગ હોય પણ તમામ છાપ વાળા 10 રૂપિયાના સિક્કા કાયદેસર જ છે. અને સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવ્યા છે. જેથી કરીને આ સિક્કા લેવા માટે કોઇ ના નહીં પાડી શકે અને જો તે આવું કરે છે તો તેની પર દંડાત્મક પગલા લેવા આવશે.

Read also : આ દેશના નાગરિકોને હવે નહીં આપવો પડે ઇનકમ ટેક્સ

નોંધનીય છે કે એક સમાચાર એજન્સી દ્વારા 10 રૂપિયાના સિક્કાને નકલી કહેવામાં આવતા પાછળથી આ અફવાઓ વધી હતી. જે પછી આરબીઆઇએ આ અંગે સ્પષ્ટતા આપી છે. વધુમાં અલગ અલગ છાપ અંગે પણ આરબીઆઇએ સ્પષ્ટતા આપતા કહ્યું છે કે અલગ અલગ સમયે જાહેર થયા હોવાના કારણે આ સિક્કા પર અલગ અલગ છાપ છે પણ આ તમામ સિક્કા સંપૂર્ણ પણે કાયદેસર છે. નોંધનીય છે કે ભારતીય સંવિધાન મુજબ કોઇ વ્યક્તિ દેશની કાયદેસરની મુદ્ગાને લેવાની ના પાડે છે તો તેની પર રાજદ્રોહનો કેસ ચલાવી શકાય છે. અને તેને આઇપીસી ધારા 124 (1) હેઠળ દંડ મળી શકે છે.

English summary
RBI said that all coins of 10 rupees are real different designs of coins are avilable in the market.
Please Wait while comments are loading...