For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9 વર્ષ પછી RBI એ 8.46 ટન સોનાની ખરીદી કરી

નાણાકીય વર્ષ 2017-18માં ભારતીય રિઝર્વ બેંકે 8.46 ટન સોનાની ખરીદી કરી છે. તમને જણાવી દઈએ કે લગભગ નવ વર્ષ પછી સેન્ટ્રલ બેંકે પ્રથમ વખત સોનાની ખરીદી કરી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

નાણાકીય વર્ષ 2017-18માં ભારતીય રિઝર્વ બેંકે 8.46 ટન સોનાની ખરીદી કરી છે. તમને જણાવી દઈએ કે લગભગ નવ વર્ષ પછી સેન્ટ્રલ બેંકે પ્રથમ વખત સોનાની ખરીદી કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા 2017-18ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે તેમની પાસે 30 મી જૂન 2018 ના રોજ 566.23 ટન સોનું હતું, અને 30 જૂન 2017 માં સોનાનો જથ્થો 557.77 ટન હતો. આ એક વર્ષ દરમિયાન સોનાના ભંડારમાં 8.46 ટનનો વધારો થયો છે.

2009 માં આટલા સોનાની ખરીદી કરી હતી

2009 માં આટલા સોનાની ખરીદી કરી હતી

પાસેથી 200 ટન સોનાની ખરીદી કરી હતી. RBI એ તેના સોનાના ભંડારમાંથી 292.30 ટનને નોટ જારી કરનાર વિભાગની મિલકત બતાવી છે. બાકી 273.93 ટન સોનું બેન્કિંગ વિભાગની સંપત્તિ છે. બેન્કિંગ વિભાગના સોનાનું કુલ મૂલ્ય 30 જૂન 2017 ના રોજ11.12 ટકા થી વધીને 69,674 કરોડ રૂપિયા થઇ ગયા,જયારે 30 જૂન 2017 ના રોજ તે 62,702 કરોડ રૂપિયા હતા.

શા માટે અને ક્યાંથી ખરીદ્યુ સોનું

શા માટે અને ક્યાંથી ખરીદ્યુ સોનું

તમને કદાચ ખબર નહીં હોય કે બેંક ઓફ ચાઈના અને અન્ય બેન્કોની જેમ આરબીઆઇ ઘણીવાર સોનાની ખરીદી કરતી નથી, તેથી આ નિર્ણયને મહત્વપૂર્ણ ગણવમાં આવે છે. જોકે, આરબીઆઇએ નથી જણાવ્યું કે તેને સોનુ શા માટે અને ક્યાંથી ખરીદ્યું છે, પરંતુ અર્થશાસ્ત્રીઓનું માનીએ તો સેન્ટ્રલ બેન્ક આવનારા સમયમાં ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ કેટલાક બોન્ડ્સનું વેચાણ કરી શકે છે, જેની કિંમત લગભગ 4 હજાર કરોડ રૂપિયા હોય શકે છે. આરબીઆઈ હાલના ભાવમાં 3 થી 8 વર્ષના બોન્ડ્સમાંથી છુટકારો મેળવવા જઈ રહ્યું છે અને તે વધારાનું સોનુ સ્ટોકમાં રાખવા માટે ખરીદવામાં આવ્યું હોય તેવું હોય શકે છે.

RBI પાસે 405 અબજ ડોલર મૂલ્ય રિઝર્વ

RBI પાસે 405 અબજ ડોલર મૂલ્ય રિઝર્વ

અર્થશાસ્ત્રીઓ પણ માને છે કે વૈશ્વિક સ્તરે અસ્થિરતા વધી રહી છે. બજારમાં પણ અસ્થિરતા છે અને વ્યાજ દરોમાં સતત વધારો થઇ રહ્યો છે, જેનાથી વધતા જતા ઉપજના કારણે RBI નો બોન્ડ પોર્ટફોલિયો સંકટમાં મૂકી શકે છે. આઇએમએફની માહિતી અનુસાર રિઝર્વ બેન્ક પાસે 405 અબજ ડોલર મૂલ્ય રિઝર્વ છે, જેમાંથી 245 અબજ ડોલર રિઝર્વ બોન્ડ રૂપે છે.

ગોલ્ડ બોન્ડ યોજનાઓ

ગોલ્ડ બોન્ડ યોજનાઓ

બીજી બાજુ કેટલાક નિષ્ણાતો માને છે કે રિઝર્વ બૅન્ક ગોલ્ડ બૉન્ડ સ્કીમને ધ્યાનમાં રાખીને આ રકમ પણ ખરીદી શકે છે. આ હેઠળ રૂ. 4,000 કરોડના બોન્ડ વેચાયા હતા. વર્તમાન ભાવમાં 3 થી 8 વર્ષની બોન્ડ્સ રિડિમ કરવામાં આવશે. તે ઉપરાંત તેમને સોનાનો પૂરતો જથ્થો રાખવો પડશે, જેથી કોઈ પણ જોખમ સાથે વ્યવહાર કરી શકાય.

English summary
RBI Buys 8.46 Ton Gold After 9 Years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X