RBIએ કહ્યું "સોનમ ગુપ્તા બેવફા છે" જેવી નોટોનું શું થશે?

ભારતીય રિર્ઝવ બેંક એક સર્ક્યુલર જાહેર કર્યો છે. જેમાં બેંકોને નિર્દેશ કર્યો છે કે નોટ ગંદી છે કે પછી તેની પર કંઇ લખ્યું હશે તેને બેકાર નહીં માનવામાં આવશે.

સામાન્ય રીતે કોઇ વાર આપણા હાથમાં પણ તેવી નોટો આવી જતી હોય છે જેની પર કંઇક લખેલું હોય છે. કોઇ વાર તમારી પાસે પણ તેવી નોટ આવી હશે જેની પર લખ્યું હોય કે સોનમ ગુપ્તા બેવફા છે! પણ આવી નોટ આવી જાય પોતાની પાસે તો તેનું શું કરવું તે અંગે બેંકની શું પોલીસી છે તે અંગે જાણો અહીં. ભારતીય રિર્ઝવ બેંકે એક સર્ક્યુલર નીકાળીને તમામ ગંદી નોટો અને જેની પર કંઇક લખ્યું છે તેવી નોટોને બેકાર નહીં માનવામાં આવે. ભારીતય રિર્ઝવ બેંકે સ્પષ્ટ કર્યું છે કે ગંદા શબ્દો લખેલી આવી નોટોને લઇને તમે બેંકમાં આવી નોટ જામ કરાવી શકો છો. અને બેંક પણ આવી નોટ લેવાનો અસ્વીકાર નહીં કરી શકે.

શું છે મામલો?

શું છે મામલો?

ભારતીય રિર્ઝવ બેંકની પાસે લાંબા સમયથી એવી ફરિયાદ આવી રહી હતી કે બેંકોમાં જ્યારે પણ ગંદી કે લખેલી નોટો લઇને આવે છે તો બેંક તેને લેવાની ના પાડે છે. ખાસ કરીને 500 અને 2000ની નોટ સાથે આવું થઇ રહ્યું હતું. સાથે જ તેવી નોટો માટે પણ ના પાડવામાં આવતી હતી. જેનો ધોવાથી રંગ જાંખો થઇ ગયો હોય આવી ફરિયાદોને ઓછી કરવા માટે રિર્ઝવ બેંકે સર્ક્યુલર જાહેર કર્યો હતો.

અફવા

અફવા

સોશ્યલ મીડિયા પર વચમાં તેવી અફવા ફેલાવવામાં આવી હતી કે ગંદી નોટો કે તેની પર કંઇ લખેલું હશે તેવી નોટો હવે બેંક નહીં લે. આ અફવાને પર ભારતીય રિર્ઝવ બેંકે સ્પષ્ટતા આપી છે કે લોકો આવી ખોટી અફવાઓ પર ધ્યાન ન આપે. સાથે જ રિર્ઝવ બેંકે ડિસેમ્બર 2013માં આપેલા પોતાના નિવેદનની યાદ અપાવી છે. જેમાં પણ એજ કહેવામાં આવ્યું હતું કે આવા લખાણ વાળા નોટો સ્વીકારવામાં આવશે.

RBIની અપીલ

RBIની અપીલ

જો કે આ સાથે જ આરબીઆઇએ લોકોને અપીલ કરી છે કે તે નોટો પર કોઇ પણ પ્રકારનું લખાણ ના લખે. જેથી વધુ નોટો સાફ સુધરી રહે. તો જો હવે તમારી પાસે પણ કોઇ તેવી નોટો હોય જેની પર લખેલું હોય કે સોનમ ગુપ્તા બેવફા છે તો તે તમે બે રોક ટોક બેંકમાં જમા કરાવી શકો છો.

વધુ વાંચો

વધુ વાંચો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X