For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે RBI ગવર્નરે કરી આ ઘોષણાઓ

શુક્રવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કૉન્ફરન્સ કરીને ભારતીય અર્થવ્યવસ્થા વિશે ઘણા મોટા એલાન કર્યા.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થા બગડી ગઈ છે. ભારત પણ આનાથી અળગુ નથી. શુક્રવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કૉન્ફરન્સ કરીને ભારતીય અર્થવ્યવસ્થા વિશે ઘણા મોટા એલાન કર્યા. સાથે જ આવનારા સમયમાં ભારત સામે આવનાર પડકારોને પણ જણાવ્યા. ભારતીય અર્થવ્યવસ્થામાં આ વર્ષે મોટી તંગી જોવા મળશે પરંતુ અન્ય દેશોની તુલનામાં આપણી સ્થિતિ સારી રહેશે. આવો જાણીએ આરબીઆઈ ગવર્નરે કરેલી ઘોષણાઓની મોટી વાતો -

shaktikant das

1. કોરોનાના કારણે 2020 ગ્લોબલ ઈકોનૉમી માટે સૌથી મોટુ મંદીનુ વર્ષ છે. આના કારણે 2020 દુનિયાના વેપારમાં 13થી 33 ટકાના ઘટાડાનુ અનુમાન છે. જો કે જી20માં ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનામાં ઘણી સારી રહેશે.

2. ભારતમાં કોરોનાના કારણે એક્સપોર્ટની સ્થિતિ માર્ચમાં ઘણી ખરાબ રહી છે. વળી, માર્ચમાં ઑટોમોબાઈલ પ્રોડક્શન અને સેલ પણ ઘટ્યુ છે. તેમ છતાં દેશમાં વિદેશી મુદ્રાનો પૂરતો ભંડાર છે.

3. RBIના ગવર્નર શક્તિકાંત દાસે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાનુ એલાન કર્યુ.

4. કોરોના વાયરસના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટુ નુકશાન ઉઠાવવુ પડશે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આ વર્ષ ચોમાસુ સારુ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં અર્થવ્યવસ્થાને મંદીના સમયમાં સહારો મળશે.

5. આરબીઆઈના ગવર્નરના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના કાલે ખતમ થઈ ગયા બાદ દેશની જીડીપી 7 ટકાના દરથી આગળ વધશે. કોરોનાના કારણે 2020માં 1.9 ટકા રહેશે જીડીપીની ગતિ.

6. ભારતમાં 1929 બાદ સૌથી મોટી આર્થિક તંગી આવી છે તેમછતાં કેશમાં કોઈ કમી નહિ આવવા દેવામાં આવે.

7. આર્થિક નુકશાનને ઘટાડવાની કોશિશ ચાલુ છે. 91 ટકા એટીએમ કામ કરી રહ્યા છે. બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે કામ કરી રહ્યા છે.

8. આ મંદીના સમયમાં પણ બેંક બજારમાં 50 હજાર કરોડ રૂપિયાનુ રોકાણ કરશે.

9. SIDBI ને 15 હજાર કરોડ રૂપિયાની, NHBને 10 હજાર કરોડ રૂપિયાની અને NABARDને 245 હજાર કરોડ રૂપિયાની મદદ.

10. રાજ્ય સરકારો માટે WMA સીમા 60 ટકા વધી.

આ પણ વાંચોઃ કોરોનાને કારણે 1.9 ટકા રહેશે GDPની ગતિ, જી20માં સૌથી સારા હાલાતઃ RBIઆ પણ વાંચોઃ કોરોનાને કારણે 1.9 ટકા રહેશે GDPની ગતિ, જી20માં સૌથી સારા હાલાતઃ RBI

English summary
RBI governor big announcement for economy, read highlights
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X