For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ 22 બેન્કોને ફટકાર્યો 49.5 કરોડ રૂપિયાનો દંડ

|
Google Oneindia Gujarati News

rbi
મુંબઇ, 15 જુલાઇ : રિઝર્વ બેન્કે પોતાના ગ્રાહકને જાનીએ(KYC) અને મનીલોંડ્રીંગ રોધક નિયમોના ઉલ્લંઘન મામલે સોમવારે સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેંક અને યેસ બેન્ક સહિત સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની 22 બેન્કો પર 49.5 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

રિઝર્વ બેન્કે આની સાથે જ સિટીબેન્ક અને સ્ટેનચાર્ટ સહિત સાત બેન્કોને સાવચેતી રાખવા માટે નોટીશ પણ ફટકારી છે. રિઝર્વ બેન્કની આ કાર્યવાહી એક ઓનલાઇન પોર્ટલમાં નિયમ ભંગનો ખુલાસો સામે આવ્યા બાદ કરવામાં આવી.

ભારતીય સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને ફેડરલ બેન્ક પ્રત્યેક પર 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેટલીક અન્ય બેન્કો યૂનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, લક્ષ્મી વિલાસ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક અને આંધ્ર પ્રદેશ બેન્ક પ્રત્યેક પર અઢી કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.

આ ઉપરાંત યેસ બેન્ક, વિજય બેન્ક, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને ધનલક્ષ્મી બેન્ક પ્રત્યેક પર નિયમોનું ઉલ્લંઘન કરવા પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. અન્ય બેન્ક જેને રિઝર્વ બેન્કે દંડ કર્યો છે તેમાં ડ્યૂશ બેન્ક, ડેવલપમેન્ટ ક્રેડિટ બેન્ક, આઇએનજી વૈશ્યા બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને રત્નાકર બેન્કને પણ દંડ કરવામાં આવ્યા છે.

English summary
RBI imposes fine of Rs 49.5 crore on 22 banks, including RBI imposes fine of Rs 49.5 crore on 22 banks, including SBI, PNB, Yes Bank, Kotak Mahindra, Canara Bank and Bank of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X