મહિનાના અંતે RBI બેંકો પાસેથી પેમેન્ટ અરજી મંગાવશે : રાજન
નવી દિલ્હી, 13 નવેમ્બર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ - RBI) નાની અને પેમેન્ટ બેંક શરૂ કરવા માંગે છે. આ માટે તે ટૂંક સમયમાં અરજીઓ મંગાવશે. આ પ્રકારની બેંકો સ્થાપીને તે નાના બિઝનેસ અને ઓછી આવક ધરાવતા લોકોને બેંકના વ્યવહાર સાથે વધારે સારી રીતે જોડવા માંગે છે. આ અંગેના નિયમો ઘડાઇ જાય તે બાદ આ મહિનાના અંતમાં તે આવી બેંકો માટે અરજીઓ મંગાવી શકે છે. આ ઉપરાંત રિઝર્વ બેંક તેની કેશ મેનેજમેન્ટ સિસ્ટમને પણ સુધારવા માંગે છે એમ આરબીઆઇની ગવર્નર રઘુરામ રાજને આજે જણાવ્યું હતું.

નાબાર્ડના એક કાર્યક્ર્મમાં માઇક્રો ફાઇનાન્સિર્સને સંબોધતા રાજને એમ પણ જણાવ્યું કે નાની લોન લેનારાઓને ઊંચા ધિરાણદરોથી દૂર રાખવા જોઇએ. આરબીઆઇના ગવર્નરે અવારનવાર લોન લેતા લોકોની તરફેણમાં જણાવ્યું કે ઊંચા વ્યાજદરને કારણે ક્રેડિટ માર્કેટમાં કોઇ તકલીફ ઉભી ના થાય.
રાજને જણાવ્યું કે વ્યાજના દરો પર એક મર્યાદા નક્કી હોવી જોઇએ. જેના કારણે ગ્રાહકોનું હિત સચવાઇ શકે. આંધ્રપ્રદેશમાં સર્જાયેલી કટોકટીને કારણે માઇક્રો ક્રેડિટ ધારકોના આત્મહત્યા કરવાના કિસ્સાઓ બહાર આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ કુદરતી આફતો જેમ કે ગયા વર્ષના ફિલિન વાવાઝોડાને પગલે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લોન ધારકોને લોનમાં રાહત આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
