For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ યુનિફોર્મ પેમેન્ટ કલેક્શન સિસ્ટમ BBPS માટે માર્ગદર્શિકા જાહેર કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 નવેમ્બર : ટુંક સમયમાં ગ્રાહકો વિજળી, પાણી, ટેલીફોન જેવા વિવિધ બીલોનું ચુકવણું એક જ ચુકવણા પ્રણાલી થકી કરી શકશે. રિઝર્વ બેંકે આ પ્રકારની પ્રણાલી શરૂ કરવા માટે અંતિમ માર્ગદર્શિકા ગઇકાલે જારી કરી દીધા છે. આ પ્રણાલીને 'ભારત બિલ પેમેન્‍ટ સિસ્‍ટમ' એટલે બીબીપીએસ - BBPS એવુ નામ આપવામાં આવ્‍યુ છે.

આ સુવિધા મારફતે ગ્રાહકો સ્‍કુલની ફીથી લઇને વિજળી-પાણીના બિલોના ચુકવણી એક જ સ્‍થળેથી જ કરી શકશે. રિઝર્વ બેંકે 28 ડિસેમ્બર, 2014 શુક્રવારે સાંજે જાહેર કરેલા જાહેરનામામાં જણાવ્‍યુ છે કે બીબીપીએસ એક એકિકૃત બિલ ચુકવણી પ્રણાલી હશે. જેમાં એજન્‍ટો, વિવિધ ચુકવણા પ્રણાલીઓ અને ચુકવણા પ્રાપ્‍તિ અંગે માહિતી પ્રાપ્ત થવાનું એક સામુહિક વ્‍યાપક નેટવર્ક બનશે. જેનો ફાયદો ગ્રાહકોને મળશે.

rbi-1

આ પ્રકારનું નેટવર્ક શરૂ કરવા માટે રિઝર્વ બેંક દ્વારા પ્રવર્તીત નેશનલ પેમેન્‍ટ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયાને પ્રમુખ એજન્‍સી બનાવવામાં આવી છે. આ કોર્પોરેશને જ ડેબીટ કાર્ડ જારી કર્યુ છે. રિઝર્વ બેંકે બીબીપીએસ હેઠળ ઓથોરાઇઝડ ચુકવણા સંગ્રહ એજન્‍ટ બનાવવા માટે 100 કરોડ રૂપિયાની નેટવર્થ અને ઘરેલુ પુંજીકરણની મુખ્‍ય શરત મુકી છે.

રિઝર્વ બેંકના ગર્વનર રઘુરામ રાજને જણાવ્‍યુ હતુ કે અમે એક એકિકૃત ચુકવણા પ્રણાલી શરૂ કરવા માંગીએ છીએ. તે પછી સુચનો સુચવવા માટે એક કમીટીની રચના કરવામાં આવી હતી. સમિતિની ભલામણોના આધાર પર 7મી ઓગષ્‍ટના રોજ દિશા-નિર્દેશોનો મુસદ્દો જારી કરવામાં આવ્‍યો હતો.

આ પ્રકારની પ્રણાલી સ્‍થાપિત થવાથી અર્થતંત્રમાં થતા તમામ પ્રકારના ચુકવણા ઉપર નજર રાખી શકાશે એટલુ જ નહિ તેમાં વિજળી, પાણી, દુરસંચાર કંપનીઓ અને શાળાઓને થતા રોકડના ચુકવણા ઉપર પણ નજર રાખી શકાશે. આ દિશા-નિર્દેશ રિઝર્વ બેંક દ્વારા ચુકવણા બેંકો અને લઘુ નાણાકીય બેંકો અંગે અંતિમ દિશા-નિર્દેશો જારી કરાયાના એક દિવસ બાદ બહાર આવ્‍યા છે.

English summary
RBI issues final guidelines for uniform payment collection system BBPS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X