આગામી મહિનાઓમાં દર ઘટાડી શકે છે RBI: ચંદા કોચર

તેમને કહ્યું હતું કે ફુગાવામાં નરમાઇ આવતાં મને લાગે છે કે અમે આગામી મહિનાઓમાં પોલિસીગત દરોમાં કાપ જોઇ શકીશું. આ વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યૂઇએફ)ની બેઠકમાં ભાગ લેવા માટે આવેલી ચંદા કોચરે કહ્યું હતું કે રિઝર્વ બેંક પોતાની ગત નાણાકીય નીતિમાં આ સંકેત આપી ચૂકી છે કે ચાલુ નાણાંકીય વર્ષના ચોથા માસમાં નાણાકીય નીતિમાં નરમ વલણ દાખવશે.
ચંદા કોચરે કહ્યું હતું કે રિઝર્વ બેંક કેશ પુરી પાડવા સુનિશ્વિત કરવા માટે પગલાં ભરશે. ગત મહિનામાં બેંકો માટે હોલસેલ ગાળાની થાપણો પર ખર્ચ ઘડ્યો છે. ચંદા કોચરે કહ્યું હતું કે અમે પોલિસીગત દરોમાં નરમી આવે તેની આશા સેવી રહ્યાં છીએ. બેંકો દ્રારા કેટલીક હદ સુધી દરોમાં કાપ મૂકવામાં આવશે, આ થાપણ વૃદ્ધિ જે બેંકોની ફંડિંગ પડતર છે અને બેકિંગ તંત્રમાં વ્યાજની માંગ પર નિર્ભર કરશે.












Click it and Unblock the Notifications
