RBI નાણાકીય વર્ષ 2015ના ઓગસ્ટમાં પ્રથમવાર નેટ ડોલર વેચાણકાર બની
નવી દિલ્હી, 11 ઓક્ટોબર : ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં અમેરિકન ચલણ ડોલરની નેટ પર્ચેઝર (ખરીદદાર) બનનારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ચાલુ નાણાકીય વર્ષમાં ઓગસ્ટમાં પ્રથમવાર ડોલરની નેટ સેલર (વેચાણકાર) બની છે. આરબીઆઇએ 511 મિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું.
નોંધનીય છે કે આરબીઆઇએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રારંભમાં માર્કેટમાંથી 3.964 બિલિયન ડોલરની ખરીદી કરી હતી. જ્યારે ઓગસ્ટમાં 4.475 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું.

જ્યારે જુલાઇમાં આરબીઆઇએ માર્કેટમાંથી 9.348 બિલિયન ડોલરની ખરીદી કરી હતી. અને 3.895 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું. આમ તે સ્પોટ માર્કેટમાં 5.453 બિલિયન ડોલરના નેટ ખરીદદાર બન્યા હતા.
આરબીઆઇએ જુનમાં 2.642 અમેરિકન ડોલરની નેટ ખરીદી કરી હતી. જ્યારે મે મહિનામાં 1.786 ડોલરની અને એપ્રિલમાં 5.870 બિલિયન ડોલરની ખરીદી કરી હતી.
ગયા વર્ષે ઓગસ્ટમાં આરબીઆઇએ ગ્રીનબેક નેટ સેલર બન્યો હતો કારણ કે આરબીઆઇએ સ્પોટ માર્કેટમાં 3.188 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું. જ્યારે 724 મિલિયન અમેરિકન ડોલરની ખરીદી કરી હતી.
સમગ્ર નાણાકીય વર્ષ 2014 દરમિયાન આરબીઆઇએ 8.992 બિલિયન ડોલરની ખરીદી કરી હતી. તેણે 52.394 બિલિયન ડોલરની ખરીદી કરી હતી અને 43.402 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું.












Click it and Unblock the Notifications
