rbi pension regulations update : હવે મોડુ પેન્શન જમા કરનારી બેંકોની ખેર નહીં, RBI એ લાગુ કર્યો નવો કડક નિયમ
rbi pension regulations update : પેન્શન મેળવનારા વરિષ્ઠ નાગરિકો માટે રાહતના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મહત્વપૂર્ણ અને પેન્શનરો માટે લાભદાયક નિર્ણય જાહેર કર્યો છે.
હવે જો કોઈ પેન્શનરનો પેન્શન સમયસર નથી જમા કરે તો જવાબદાર બેંકે પેન્શનના વિલંબ માટે 8% વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે.

આ નવો નિયમ આખા દેશમાં લાગુ પડશે અને તેના કારણે પેન્શનરોને સમયસર પેન્શન મળશે અને વિલંબ થાય તો વ્યાજરૂપે વળતર પણ મળશે.
ઘણીવાર એવું સામે આવ્યું છે કે પેન્શનરોને વધારાનું પેન્શન કે બાકી રહેલી રકમ સમયસર મળતી નથી. આવા કિસ્સાઓમાં RBI એ બેંકોને સ્પષ્ટ સૂચના આપી છે કે જો પેન્શન ચુકવવામાં વિલંબ થાય તો પેન્શનધારકના ખાતામાં બેંક દ્વારા આપમેળે 8% વ્યાજની રકમ જમા કરવી પડશે.
આ નિયમ મુજબ બેંક જ્યારે વધારાનું પેન્શન કે બાકી રકમ જમા કરશે ત્યારે તે દિવસે જ વ્યાજની રકમ પણ પેન્શનધારકના ખાતામાં જમા કરવી ફરજિયાત રહેશે.
આ નિયમ 1 ઓક્ટોબર 2008 પછી થયેલા તમામ વિલંબિત પેન્શન ચૂકવણી પર લાગુ પડશે. મહત્વની વાત એ છે કે આ માટે પેન્શનધારકે કોઇ દાવો કરવા કે અરજીફોર્મ ભરવાની જરૂર નથી. RBI દ્વારા સ્પષ્ટ કરાયું છે કે આ પ્રક્રિયા આપમેળે થાય એવી વ્યવસ્થા બેંકોને કરવી પડશે.
RBI એ પેન્શન ચૂકવતી બેંકોને આદેશ આપ્યો છે કે તેઓ પેન્શન ચુકવણીમાં વિલંબ ન થાય માટે પેન્શન અધિકારીઓ પાસેથી સીધી રીતે પેન્શન ઓર્ડરની નકલ તાત્કાલિક મેળવી શકે તેવા માધ્યમો વિકસાવે. આથી પેન્શન પ્રક્રિયા વધુ ઝડપથી અને અસરકારક રીતે થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
