સોમવારે પણ થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

સોમવારે પણ થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો સિલસિલો યથાવત છે. સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે સોમવારે પેટ્રોલની કિંમતમાં 10 પૈસાનો વધારો નોંધાયો જ્યારે ડીઝલની કિંમતમાં 13 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 72.17 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તો બીજી બાજુ ડીઝલની કિંમત પણ વધીને 67.54 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

petrol and diesel

શહેરોમાં વધ્યો આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 72 રૂપિયા પ્રતિ લીટરનું સ્તર પાર કરી ગયું છે. સોમવારે 10 પૈસાના વધારા બાદ પેટ્રોલ 72.17 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. કોલકાતામાં પેટ્રોલ 10 પૈસા મોંઘું થઈ 74.26 રૂપિયા પ્રતિ લીટરે થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 10 પૈસાના વધારા સાથે 77.80 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ચેન્નઈમાં પેટ્રોલ 11 પૈસાના વધારા બાદ 74.95 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

મહાનગરોમાં ડીઝલના ભાવ

દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલ 13 પૈસા મોંઘું થયા બાદ 67.54 રૂપિયા પ્રતિ લીટરે થઈ ગયું છે. કોલકાતામાં ડીઝલ 13 પૈસાના ભાવ વધારા બાદ 67.54 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. કોલકાતામાં ડીઝલ 13 પૈસાના ભાવ વધારા બાદ 69.33 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. મુંબઈમાં ડીઝલ 14 પૈસાના ભાવ વધારા બાદ 70.76 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. ચેન્નઈમાં ડીઝલ 14 પૈસાના વધારા બાદ 71.38 રૂપિયા પ્રતિ લીટરે થઈ ગયું છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજીનો માહોલ યથાવત છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.38 ટકાની તેજી સાથે 65.32 ડૉલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. WTI ક્રૂડ પણ 0.45 ટકાની તેજી સાથે 56.05 ડૉલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે.

આ પણ વાંચો- 'ડિસ્લેક્સિયા' પીડિત બાળકોના સવાલ પર પીએમ મોદીએ માર્યો જોક, વિપક્ષો ઘેર્યા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X