For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપનો ઇન્કમ ટેક્સ રિફન્ડ ચેક શા માટે CPCએ રિટર્ન કર્યો હોય તેના કારણો

|
Google Oneindia Gujarati News

અહીં અમે આપને જણાવી રહ્યા છીએ કે શા માટે સીપીસીમાં આપનું રિફન્ડ નિષ્ફળ ગયું છે. જો કે ઇન્કમ ટેક્સની સાઇટ પર ઓનલાઇન સુધારા કરીને તે મેળવી શકાય છે. આ માટે જ્યારે પણ આપ રિફંડ અંગે વિગતો આપી રહ્યા હોવ ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. જો આપ આપના ચેક રિટર્નનું કારણ જાણતા ના હોવ તો અહીં અમે કેટલાક કારણો આપી રહ્યા છીએ...

tax-4

1. એક્સપાયર્ડ ચેક : આપનો રિફંડ ચેક એક્સપાયર્ડ થઇ ગયો હો. આ માટે આપે રિફંડ રિ ઇશ્યુ કરવા માટે અરજી કરવી પડે છે. આ માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.

2. ખોટો એકાઉન્ટ નંબર : આપે જે એકાઉન્ટ નંબર આપ્યો હોય તે ખોટો હોવાને કારણે ચેક પાછો ગયો હોઇ શકે છે. આ માટે આપે ફરી અરજી કરવાની જરૂર રહે છે.

3. ઘર બંધ હોવું : રિફંડનો ચેક એટલા માટે પણ પાછો જાય છે કારણ કે ઘણાવાર ઘર બંધ હોય છે. આ માટે પણ આપે ફરીથી રિફન્ડ મેળવવા માટે અરજી કરવી પડે છે.

4. એડ્રેસ બદલાઇ જવું : કેટલીક વાર રિફંડ ચેક જે તે વ્યક્તિનું ઘરનું એડ્રેસ બદલાઇ જવાને કારણે પણ પરત જતો હોય છે. આ માટે આપે ફરીથી અરજી કરવી પડે છે.

5. ખોટું એડ્રેસ હોવું : કેટલીક વાર ડિસ્પેચ કરેલો ચેક રિટર્ન થાય છે કારણ કે આપવામાં આવેલું એડ્રેસ ખોટું હોય છે. આ માટે આપે ફરીથી અરજી કરવી પડે છે.

6. વ્યક્તિ ઉપલબ્ધ ના હોવી : ઘણી વાર જે વ્યક્તિના નામનો ચેક હોય તે ઉપલબ્ધ ના હોય તેવા કિસ્સામાં ચેક પાછો જાય છે.આ માટે આપે ફરીથી અરજી કરવી પડે છે.

7. ખોટા માઇકર કોડ અથવા અપ્રાપ્ય : કેટલીકવાર આપ દ્વારા આપવામાં આવેલો માઇકર કોડ ખોટો હોય અથવા તો પૂરો પાડવામાં ના આવ્યો હોય તો રેક પાછો જાય છે. આ માટે આપે ફરીથી અરજી કરવી પડે છે.

8. એકાઉન્ટ ક્લોઝ થવું : કેટલીક વાર જે એકાઉન્ટ નંબર આપવામાં આવે છે તે બંધ કરી દેવામાં આવ્યું હોય છે. જેના કારણે પણ ચેક પાછો જાય છે. આ માટે આપે ફરીથી અરજી કરવી પડે છે.

9. એકાઉન્ટ વિગતો ખોટી : ઘણીવાર આપવામાં આવેલી એકાઉન્ટ વિગતો અધૂરી કે ખોટી આપવામાં આવે ત્યારે પણ ચેક પાછો જાય છે. આ માટે આપે ફરીથી અરજી કરવી પડે છે.

10. જરૂરી ફિલ્ડ પૂરી ના હોય : એકાઉન્ટ સંબંધિત વિવિધ પ્રકારની વિગતો જેવી કે (એકાઉન્ટ નંબર/એકાઉન્ટ નામ/એકાઉન્ટ ટાઇપ/એડ્રેસ1/સિટી/સ્ટેટ/પિનકોડ) વગેરે જેવી વિગતો યોગ્ય રીતે આપવામાં આવી ના હોય ત્યારે રિફન્ડનો ચેક પાછો જાય છે.

11. અમાન્ય એકાઉન્ટ નંબર : એકાઉન્ટ નંબરમાં પ્રથમ કેરેક્ટર આલ્ફાબેટ કે નંબર હોવો જોઇએ. આવી સ્થિતિમાં આપ નંબરવાળો એકાઉન્ટ નંબર આપશો તો તે અમાન્ય ઠરશે. આ માટે આપે ફરીથી અરજી કરવી પડશે.

12. એકાઉન્ટ નંબરમાં અમાન્ય કેરેક્ટર : આપના દ્વારા આપવામાં આવેલો એકાઉન્ટ નંબર અમાન્ય ઠરે છે જ્યારે તેમાં અમાન્ય કેરેક્ટર જોવા મળે છે. આવી સ્થિતિમાં આપે રિફન્ડ મેળવવા માટે ફરીથી અરજી કરવી પડે છે.

13. અમાન્ય એડ્રેસ : એડ્રેસમાં અમાન્ય કેરેક્ટર હોય અથવા આપના દ્વારા આપવામાં આવેલું એડ્રેસ ખૂબ લાંબુ હોય ત્યારે તે અમાન્ય ઠરે છે. આવી સ્થિતિમાં આપે રિફન્ડ મેળવવા માટે ફરીથી અરજી કરવી પડે છે.

14. અમાન્ય કેરેક્ટર કે નામ ખૂબ ટૂંકું હોવું : આપના દ્વારા પૂરા પાડવામાં આવેલા એકાઉન્ટ નંબરમાં અમાન્ય કેરેક્ટર હોય કે નામ ખૂબ ટૂંકું હોય તો તે ગેરમાન્ય ઠરે છે. આ માટે આપે ફરી અરજી કરવી પડે છે.

15. એકાઉન્ટમાં ન્યુમેરિક ડિજિટ ના હોવા : આપ દ્વારા ફાળવવામાં આવેલા ન્યુમેરિક ડિજિટ ના હોય તો તે ચેક પરત ફરશે. આ માટે આપે ફરીથી અરજી કરવી પડશે.

16. અમાન્ય IFSC કોડ : અમાન્ય IFSC કોડ પૂરો પાડવામાં આવ્યો હશે તો ચેક પાછો ફરશે. આ માટે આપે ફરી અરજી કરવી પડશે.

17. બેંક એકાઇન્ટ હોલ્ડર સાથે નામ મિસમેચ : આપે આપેલા બેંક એકાઉન્ટની સાથે નામ મેચ ના થતા ચેક પાછો ફરી છે. રિફંડ પાછું મેળવવા માટે આપે ફરીથી અરજી કરવી પડે છે.

English summary
Reasons Why Your Income Tax Cheque Refund Can be Returned by CPC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X