આ નવા આઈડિયાથી દૂર થશે જિયોના કોલ ડ્રોપની સમસ્યા...
જિયોના કોલ ડ્રોપના વિવાદ વચ્ચે આઈડિયાએ એક અગત્યની જાહેરાત કરી છે. જેનાથી રિલાયન્સ જિયો અને આઈડિયાના કોલર્સને ફાયદો મળશે.

છેલ્લા ઘણા સમયથી ટેલિકોમ કંપનીઓ વચ્ચે પોઇન્ટ ઓફ ઇન્ટરકનેક્સશનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ટેલિકોમ ઑર્થોરિટી ઓફ ઇન્ડિયા આખા વિવાદ પર નજર રાખી રહ્યો હતો. એવામાં આદિત્ય બિરલા સમૂહના આઈડિયા સેક્યુલરે રિલાયન્સ જિયોને 230 ટકા વધારે ઇન્ટરકનેક્સશન ક્ષમતા આપવાની હા પાડી દીધી છે.

કોલ ડ્રોપ દૂર કરવા માટેનું પગલું
આઈડિયાના હાલમાં આપેલા નિવેદન મુજબ જિયો અને આઈડિયા વચ્ચે હવે 2100 કરતા પણ વધારે પોર્ટ હશે. જેનાથી ભવિષ્યમાં રિલાયન્સ જિયોને વધારે ક્ષમતા મળશે. રિલાયન્સ આઈડિયાના આ પગલાંથી પણ ખુશ નથી. કારણકે આઈડિયા અને જિયો સાથે જોડાયેલા લગભગ 4 કરોડ લોકોની કોલ ડ્રોપ થવાની ફરિયાદ છે.

રિલાયન્સ જિયો લોન્ચ થવાની સાથે જ બીજી ટેલિકોમ કંપનીઓની ઊંગ ઉડી ગયી છે. રિલાયન્સ જિયોનો મુકાબલો કરવા માટે તેમને હવે બીજો રસ્તો અપનાવ્યો છે. બીજી કંપનીઓ રિલાયન્સ જિયો નેટવર્કની કોલ પોતાના નેટવર્ક પર કનેક્ટ કરવા માટે વધારે પૈસાની માંગ કરી રહી છે.

નિયમ મુજબ ઇન્ટરકનેક્ટ યુઝર ચાર્જ 14 પૈસા પ્રતિમિનિટ છે. કંપનીઓએ વધારે પૈસાની માંગ ત્યારે કરી જયારે રિલાયન્સ જિયોએ આરોપ લગાવ્યો કે જિયો નેટવર્કની કોલ બીજા નેટવર્ક પર કનેક્ટ નથી થઇ રહી.

રિલાયન્સ જિયોએ બીજી કંપનીઓ પર ટેલિકોમ લાઇસન્સની શરતોનું પાલન ના કરવાનો પણ આરોપ લગાવ્યો છે. રિલાયન્સ જિયોની પ્રતિસ્પર્ધી કંપનીએ બેઠક બોલાવી અને તેમાં પોતાની માંગ રજુ કરી.

મળતી માહિતી મુજબ બીજા ટેલિકોમ ઓપેરટરે કહ્યું કે રિલાયન્સ જિયોના કારણે આઉટગોઈંગ કોલ્સનો ફલૉ વધી રહ્યો છે. જેના કારણે તેમના નેટવર્કમાં મુશ્કિલો આવી રહી છે. તેના માટે વધારે પૈસા વધારવાની જરૂર છે. આપણે જણાવી દઈએ કે રેટ વધારવાનો અધિકાર ટ્રાઇ પાસે છે. આ સંબંધમાં સુજાવ પત્ર પણ સામે લાવવામાં આવ્યું છે.

રિલાયન્સ જિયોને આઈડિયા સિવાય એરટેલ, વોડાફોન જેવા નેટવર્ક વચ્ચે રોજ લગભગ 12 કરોડ કોલ ડ્રોપ થવાની ફરિયાદ આવી રહી છે.













Click it and Unblock the Notifications
