રિલાયન્સ જીયોનો નવો ધમાકો, 5 રૂપિયામાં મળશે 1 જીબી ડેટા

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયોએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ટેલિકોમ સેવાઓ શરૂ કરીને તમામ ટેલિકોમ કંપનીઓની વચ્ચે એક પ્રાઇસ વોર શરૂ કરી દીધુ હતું. અને તેના કારણે ટેલિકોમ કંપનીઓના ટેરિફ ખુબ જ નીચે આવી ગયા હતા. હવે આવનારા દિવસોમાં રિલાયન્સ જીયો વધુ એક ધમાકો કરવાનો છે. જેના કારણે બ્રોડબેન્ડ સેવાઓ આપતી કંપનીઓ વચ્ચે પણ પ્રાઇસ વોર શરૂ ના થઇ જાય તો નવાઇ નહીં. ત્યારે મુકેશ અંબાણીની રિલાયન્સ જીયો દ્વારા આ નવી શું ઓફર નીકળવાની છે તે અંગે વધુ વાંચો અહીં....

શું છે નવી ઓફર?

શું છે નવી ઓફર?

આવનારા દિવસોમાં રિલાયન્સ જીયો હોમ બ્રોડબેન્ડ સેવા જિયા ફાઇબર શરૂ કરશે. આ સેવાથી રિલાયન્સ જીયો બ્રોડબેંડની ભારતમાં ફરી એક વાર ધમાકો કરી શકે છે. હાલ મળતા રિપોર્ટ મુજબ રિલાયન્સ જીયો પોતાની આ બ્રોડબેન્ડ સેવા દિવાળીની આસપાસ શરૂ કરશે.

5 રૂપિયાના 1 જીબી ડેટા

5 રૂપિયાના 1 જીબી ડેટા

ખબરો પ્રમાણે જીયો ફાઇબરની લોન્ચિંગથી રિલાયન્સ જીયો ખાલી 500 રૂપિયામાં 100 જીબી ડેટા આપવાની વાત કરી રહ્યો છે. આ રીતે જોવા જઇએ તો તમને પ્રતિ દિવસ ખાલી 5 રૂપિયામાં 1 જીબી ડેટા મળી શકે છે. હાલમાં રિલાયન્સ જીયોએ પોતાની બ્રોડબેન્ડ સેવા ફ્રી ટ્રાયલ પર અનેક શહેરામાં શરૂ કરી છે. અને આ વર્ષના અંત સુધીમાં તે 100 શહેરામાં પોતાની આ સેવા શરૂ કરવાનો ટાર્ગેટ રાખી રહ્યો છે.

ફ્રી સેવા

ફ્રી સેવા

જો જીયો ફાયબર સેવા શરૂઆતના કેટલાક સમય માટે સાવ મફત પર રિલાયન્સ દ્વારા આપવામાં આવે તો પણ નવાઇની વાત નહીં મનાય. કારણ કે આ પહેલા પણ રિલાયન્સ જીયો પોતાની ટેલિકોમ સેવાઓ 3 મહિનાથી વધુ સમય સુધી તેના ગ્રાહકોને મફતમાં આપી ચૂક્યા છે. ત્યારે ફરી એક વાર રિલાયન્સ જીયો બ્રોડબેંડ સાથે બજારમાં નવો ધમકો લાવશે તે વાત તો ચોક્કસ છે.

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી

રિલાયન્સ જીયો દ્વારા લોકોના મનમાં રાજ કરનારા મુકેશ અંબાણીએ વધુ એક સફળતા મેળવી છે. જો કે આ સફળતા મેળવવા પાછળનું મૂળ કારણ જીયો જ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સના ગ્લોબલ ગેમ ચેન્જરના લિસ્ટમાં નંબર વન આવ્યા છે. આ અંગે વધુ વાંચવા ક્લિક કરો અહીં.

English summary
Reliance jio may offer 100 gb data for just 500 rupees.
Please Wait while comments are loading...