હવે રિલાયંસ વેચશે સસ્તામાં LPG સિલિન્ડર

જોકે કેટલાક રાજ્યોમાં સસ્તા ગેસ સિલિન્ડિરની સંખ્યા છથી નવ કરી દેવામાં આવી છે, પરંતુ કેટલાંક રાજ્યોમાં મોંઘા એલપીજીથી જ કામ ચલાવું પડી રહ્યું છે. આવામાં આ સમાચાર એવા લોકોમાં આનંદની લહેર લાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ એલપીજીના રિટેલ કારોબારમાં ઝંપલાવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અનસબ્સિડાઇઝ્ડ એલપીજી માર્કેટમાં પોતાની પકડ બનાવવા રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ આકર્ષક કિંમતો નક્કી કરશે. ગુજરાત અને મહારાષ્ટ્રથી કંપની પોતાનો કારોબાર શરૂ કરે તેવી સંભાવના છે. કંપની પાસે બજાર ભાવ પર 200-300 રૂપિયાનું માર્જિન છે.












Click it and Unblock the Notifications
