હવે 2 મહિના પહેલાં રેલવે ટિકિટનું રિઝર્વેશન થશે

જો કે 30 એપ્રિલ સુધી અગ્રિમ રિઝર્વેશનની હાલની વ્યવસ્થા લાગૂ રહેશે. રેલવેના દલાલોને જથ્થાબંધ ટિકિટો બુક કરાવવાની વ્યવ્સ્થાને રોકવાના હેતુથી આવા પગલાં ભરવામાં આવ્યાં છે કારણ કે આ પ્રકારની ફરિયાદો મળી રહી હતી કે દલાલો મોટી સંખ્યામાં ટિકિટો બુક કરાવી લે છે. સામાન્ય રીતે મુસાફર પોતાની યાત્રા શરૂ કરવાના બે મહિના પહેલાં ટિકિટ બુક કરાવે છે. રેલવેની અધિસૂચના મુજબ વિદેશી પર્યટકો માટે 365 દિવસની સમય મર્યાદામાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું નથી.












Click it and Unblock the Notifications
