For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RILની 40મી AGM; નીતા અંબાણી બોર્ડમાં જોડાયા, Rel Jioની ટ્રાયલ ઓગસ્ટ 2014થી શરૂ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 જૂન : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 40મી વાર્ષિક સામાન્ય બેઠક આજે યોજાઇ હતી. આ બેઠકમાં નીતા અંબાણીને બોર્ડમાં સામેલ કરવાના ઠરાવને સ્વીકૃતિ આપવામાં આવી હતી. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં રિલાયન્સ જીઓની 4જી સેવાની ટ્રાયલ ઓગસ્ટ 2014માં શરૂ કરવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને આશા છે કે તે વિશ્વની ટોચની 50 કંપનીઓમાં સ્થાન મેળવવામાં સફળ થશે.

મુંબઇમાં કંપનીની 40મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધિત કરતાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આવતા ત્રણ વર્ષમાં વિવિધ પ્રકારના બિઝનેસમાં રૂપિયા 1,80,000 કરોડનું મૂડીરોકાણ કરશે અને 2015માં દેશમાં 4G બ્રોડબેન્ડ સેવા શરૂ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 4G બ્રોડબેન્ડ સેવા રિલાયન્સ જીયોની ટ્રાયલ ઓગસ્ટ 2014થી શરૂ કરવામાં આવશે.

આવો જોઇએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 40મી એજીએમની હાઇલાઇટ્સ...

1

1

રિલાયન્સ માર્જિન સુધારે એવા પેટ્રોકેમ યુનિટ્સમાં મૂડીરોકાણ કરશે, ઊર્જા ક્ષેત્રમાં વિસ્તરણ કરશે, વધારે રીટેલ સ્ટોર શરૂ કરશે અને ટેલિકોમ બિઝનેસમાં વ્યાપ વધારશે.

2

2

રિલાયન્સ તેની બિઝનેસ રેન્જનું વિસ્તરણ કરવા માટે આંતરરાષ્ટ્રીય રીટેલર્સ સાથેની ભાગીદારીમાં મૂડીરોકાણ કરવાનું ચાલુ રાખશે.

3

3

રિલાયન્સ ગ્રાહકો તથા નાની કંપનીઓને મદદરૂપ થશે. હાલના બજારોમાં કંપની બિઝનેસનું વિસ્તરણ કરશે અને નવા બજારોમાં પણ પ્રવેશ કરશે.

4

4

કંપનીએ વીતી ગયેલા નાણાકીય વર્ષમાં રૂપિયા 10,800 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું.

5

5

આ વર્ષે રિલાયન્સ રીટેલે રેવેન્યૂની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રીટેલર તરીકેનું બહુમાન પ્રાપ્ત કર્યું છે.

6

6

આરઆઈએલની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ, જે 4G સેવાઓ માટે રાષ્ટ્રવ્યાપી પરમીટ મેળવનાર એકમાત્ર કંપની છે.

7

7

રિલાયન્સ જિઓ આવનારા મહિનાઓમાં બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરવાની છે. તે આવતા ઓગસ્ટમાં ફિલ્ડ ટ્રાયલ્સ શરૂ કરશે અને આવતા વર્ષથી કમર્શિયલ સેવાઓનો આરંભ કરશે.

8

8

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હાલ વિશ્વમાં ફોર્ચ્યૂન 500 કંપનીઓની યાદીમાં 135મા નંબરે છે, પણ તે ટોપ-50માં સ્થાન મેળવશે એવી આશા અંબાણીએ વ્યક્ત કરી છે.

9

9

મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને કંપનીની બોર્ડમાં સામેલ કરવામાં આવ્યાં છે. તે આરઆઈએલની બોર્ડ પર પ્રથમ મહિલા ડિરેક્ટર બન્યાં છે.

10

10

આજે એજીએમ વખતે મુકેશ અંબાણી સાથે તેમના પત્ની, માતા કોકીલાબેન અંબાણી તથા બે પુત્રો અનંત અને આકાશ પણ હાજર રહ્યાં હતાં.

1
રિલાયન્સ માર્જિન સુધારે એવા પેટ્રોકેમ યુનિટ્સમાં મૂડીરોકાણ કરશે, ઊર્જા ક્ષેત્રમાં વિસ્તરણ કરશે, વધારે રીટેલ સ્ટોર શરૂ કરશે અને ટેલિકોમ બિઝનેસમાં વ્યાપ વધારશે.

2રિલાયન્સ તેની બિઝનેસ રેન્જનું વિસ્તરણ કરવા માટે આંતરરાષ્ટ્રીય રીટેલર્સ સાથેની ભાગીદારીમાં મૂડીરોકાણ કરવાનું ચાલુ રાખશે.

3
રિલાયન્સ ગ્રાહકો તથા નાની કંપનીઓને મદદરૂપ થશે. હાલના બજારોમાં કંપની બિઝનેસનું વિસ્તરણ કરશે અને નવા બજારોમાં પણ પ્રવેશ કરશે.

4
કંપનીએ વીતી ગયેલા નાણાકીય વર્ષમાં રૂપિયા 10,800 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું.

5
આ વર્ષે રિલાયન્સ રીટેલે રેવેન્યૂની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રીટેલર તરીકેનું બહુમાન પ્રાપ્ત કર્યું છે.

6
આરઆઈએલની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ, જે 4G સેવાઓ માટે રાષ્ટ્રવ્યાપી પરમીટ મેળવનાર એકમાત્ર કંપની છે.

7
રિલાયન્સ જિઓ આવનારા મહિનાઓમાં બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરવાની છે. તે આવતા ઓગસ્ટમાં ફિલ્ડ ટ્રાયલ્સ શરૂ કરશે અને આવતા વર્ષથી કમર્શિયલ સેવાઓનો આરંભ કરશે.

8
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હાલ વિશ્વમાં ફોર્ચ્યૂન 500 કંપનીઓની યાદીમાં 135મા નંબરે છે, પણ તે ટોપ-50માં સ્થાન મેળવશે એવી આશા અંબાણીએ વ્યક્ત કરી છે.

9
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને કંપનીની બોર્ડમાં સામેલ કરવામાં આવ્યાં છે. તે આરઆઈએલની બોર્ડ પર પ્રથમ મહિલા ડિરેક્ટર બન્યાં છે.

10
આજે એજીએમ વખતે મુકેશ અંબાણી સાથે તેમના પત્ની, માતા કોકીલાબેન અંબાણી તથા બે પુત્રો અનંત અને આકાશ પણ હાજર રહ્યાં હતાં.

English summary
RIL 40th AGM; Nita Ambani join Board, Rel Jio trials will start in Aug 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X