સિમેન્ટના ભાવ વધતા રિયલ એસ્ટેટ સેક્ટરને ફટકો

સિમેન્ટ ઉત્પાદકોનું કહેવું છે કે કાચા માલના ભાવમાં વધારો થવાથી સિમેન્ટનો ભાવ વધ્યો છે. અલ્ટ્રાટેક, એસીસી અને અંબુજા સિમેન્ટ્સ જેવી સિમેન્ટ ઉત્પાદક કંપનીઓના શેર આ મહિનાના આરંભથી 20 ટકા જેટલા વધ્યા છે. ગયા મહિને 50 કિ.ગ્રા.ની સિમન્ટ ગુણીનો ભાવ રૂપિયા 210 હતો, જે હવે રૂપિયા 275 થઇ ગયો છે. હવે તે આવતા અઠવાડિયે જ ફરી વધીને રૂપિયા 300ને પાર જશે, એવી શક્યતા એક સિમેન્ટ ડિલરે વ્યક્ત કરી છે.
કોન્ફેડરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવેલપર્સ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયાનું માનવું છે કે સિમેન્ટનો ભાવ વધ્યો છે એ બતાવે છે કે સિમેન્ટવાળાઓની ટોળકી સક્રિય થઈ છે. કોન્ફેડરેશન હવે કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાને ફરિયાદ કરે એવી ધારણા છે.












Click it and Unblock the Notifications
