For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે સબસિડી વગરના ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો પાછો ખેંચ્યો

|
Google Oneindia Gujarati News

gas
નવી દિલ્હી, 2 નવેમ્બર: સરકારે આજે સબસિડી વગરના રાંધણ ગેસના બાટલાના ભાવમાં વધારાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. ગુરૂવારે જ ઓઇલ કંપનીઓએ રાંધણ ગેસના છ બાટલા ઉપરાંતના વધારાના સિલિન્ડરમાં 26 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.

આ વધારા બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સાથે સાથે વગર સબસિડીવાળા સિલિન્ડરના ભાવ પણ 922 રૂપિયા થઇ ગયા હતા. જેનો ભારે વિરોધ બાદ સરકારે આજે આ ભાવ વધારો પાછો ખેંચવો પડ્યો હતો.

દિલ્હીમાં એલપીજી સિલિન્ડિરના ભાવ વધીને 922 રૂપિયા, મુંબઇમાં 933, ચેન્નાઇમાં 915 અને કોલકત્તામાં 950 રૂપિયા થઇ ગયા હતા. જોકે સબસિડીવાળા સિલેન્ડર 399 રૂપિયામાં જ મળશે. કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં એક પરિવારને વાર્ષિક છ જ સિલિન્ડરની ફાળવણી કરી દીધી હતી.

English summary
Facing stiff opposition, the government tonight put on hold the Rs 26.5 increase in price of cooking gas cylinders that consumers buy beyond their quota of six subsidised bottles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X