આરબીઆઇ ખુબ જ જલ્દી 350 રૂપિયાનો સિક્કો બહાર પાડશે

Posted By:
Subscribe to Oneindia News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખુબ જ જલ્દી 350 રૂપિયાના નવા સિક્કા બહાર પાડશે. અત્યારસુધી તમે 10 પૈસાથી લઈને 10 રૂપિયા સુધીના સિક્કા જોયા હશે. પરંતુ હવે તમને 350 રૂપિયાનો સિક્કો પણ ખુબ જ જલ્દી જોવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંક ઘ્વારા આ મામલે તૈયારી કરી લીધી છે અને ખુબ જ જલ્દી તેઓ સિક્કાઓ જાહેર કરી શકે છે.

ગુરુ ગોવિંદસિંહના 350 માં પ્રકાશવર્ષ પર જાહેર થશે સિક્કા

ગુરુ ગોવિંદસિંહના 350 માં પ્રકાશવર્ષ પર જાહેર થશે સિક્કા

આરબીઆઇ આ સિક્કાઓ ગુરુ ગોવિંદસિંહના 350 માં પ્રકાશવર્ષ પર જાહેર કરી શકે છે. આ સિક્કા લિમિટેડ એડિશન રૂપે બહાર પાડવામાં આવશે. આરબીઆઇ જણાવ્યા અનુસાર આ સિક્કા બનાવવા માટે 50 ટકા ચાંદી, 40 ટકા તાંબું, 5 ટકા નિકલ અને 5 ટકા ઝીંક ઉપયોગ કરવામાં આવશે.

કેવો હશે 350 રૂપિયાનો સિક્કો?

કેવો હશે 350 રૂપિયાનો સિક્કો?

350 રૂપિયાના સિક્કા પર બાકી સિક્કા જેમ સત્યમેવ જયતે લખેલું હશે, અશોક ચક્ર ચિન્હ હશે અને રૂપિયાનું ચિન્હ પણ હશે. સિક્કાના મધ્યમાં 350 લખ્યું હશે.

સિક્કા પર હરમંદિર સાહેબનું ચિત્ર

સિક્કા પર હરમંદિર સાહેબનું ચિત્ર

સિક્કાના ભાગ પર પટના સ્થિત હરમંદિર સાહેબનું ચિત્ર હશે. તેની સાથે સાથે સિક્કા પર ગુરુ ગોવિંદસિંહના 350 માં પ્રકાશ ઉત્સવ લખેલું હશે.

સિક્કાનું વજન

સિક્કાનું વજન

આરબીઆઇ ઘ્વારા જણાવ્યા અનુસાર સિક્કાનું વજન 34.65 થી 35.35 ગ્રામ જેટલું હશે. આરબીઆઇ ઘ્વારા હજુ સુધી જણાવવામાં આવ્યું નથી કે તેઓ બજારમાં કેટલા સિક્કા બહાર પાડશે પરંતુ એટલું ચોક્કસ કહ્યું છે કે સિક્કા લિમિટેડ એડિશન હશે.

English summary
Rs 350 coin mark birth anniversary guru gobind singh

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.