શરૂઆતી વધારા પછી સેન્સેક્સ ગગડ્યું, રૂપિયો પણ 29 પૈસા ઘટ્યો

સોમવારે શરૂઆતથી જ રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે. રૂપિયો ડોલર સામે 29 પૈસા ગગડીને 73.87 પર પહોંચી ગયો છે.

સોમવારે શરૂઆતથી જ રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે. રૂપિયો ડોલર સામે 29 પૈસા ગગડીને 73.87 પર પહોંચી ગયો છે. એશિયાઈ બજારમાં આવેલી કમજોરીનો પ્રભાવ ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ શરૂઆતી વધારા પછી હવે નીચે ગગડતો જોવા મળી રહ્યો છે. સોમવારે સેન્સેક્સ 47 પોઇન્ટ ગગડીને 34,687 પર કારોબાર કરી રહ્યું છે. જયારે એક સમયે તે 200 કરતા પણ વધારે પોઇન્ટ પર ચાલી રહ્યું હતું.

sensex

રૂપિયો શુક્રવારે 56 પૈસા મજબૂત થઈને 73.56 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જયારે આજે સોમવારે શરૂઆતી કારોબારમાં રૂપિયાને ફટકો પડ્યો છે અને રૂપિયો 29 પૈસા તૂટીને 73.87 પર બંધ થયો છે. શુક્રવારે રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી જયારે વિશ્વના બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: 1 રૂપિયામાં સોનાની ખરીદી કરીને, આ નવરાત્રીમાં બનો માલામાલ

જયારે નિફટી 19 પોઇન્ટ ઘટાડા સાથે 10,454 પોઇન્ટ પર કારોબાર કરી રહી છે. આ પહેલા આજે સવારે સેન્સેક્સ વધારા સાથે ખુલ્યું હતું. આજે સેન્સેક્સ 238 પોઇન્ટના વધારા સાથે 34,900 પોઇન્ટ પાર કરી ગયું હતું પરંતુ અચાનક તેમાં ઘટાડો જોવા મળ્યો. નિફટી પણ 51 પોઇન્ટના વધારા પછી થોડા જ સમયમાં ગગડીને 10,500 પોઇન્ટ કરતા નીચે આવી ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X