શા માટે ઝડપથી વેંચાઇ રહ્યો છે સેમસંગ Galaxy S4

દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે દાવો કર્યો છે કે વિશ્વભરમાં ગેલેક્સી S4 સ્માર્ટફોન ઘણી ઝડપથી ખરીદવામાં આવી રહ્યો છે. કંપનીએ જણાવ્યા પ્રમાણે બજારમાં 27 એપ્રિલ 2013ના રોજ આવ્યા બાદ અત્યારસુધીમાં 10 મિલીયન એટલે કે 1 કરોડથી વધારે ફોન વેચાઇ ચૂક્યા છે.
ગેલેક્સી S3ને 1 કરોડનો આંક પાર કરતા 50 દિવસ લાગ્યા હતા. આ પહેલા સેમસંગ ગેલેક્સી એસ 2ને પાંચ મહિના અને ગેલેક્સી એસને 7 મહિનાનો સમય લાગ્યો હતો.
શા માટે દુનિયા છે ગેલેક્સી એસ4ની દિવાની
સેમસંગ માટે આ તેની સફળ ઉત્પાદોમાંની એક છે અને કંપનીને ફોનના સ્ટેટસને ધ્યાનમાં રાખીને તેની માર્કેટિંગમાં કોઇ કસર છોડી નથી. જો કે ગેલેક્સી એસ ફોરના ફિચર્સના કારણે જ તે લોકોને વધારે પસંદ પડ્યો છે. તેના ફિચર્સ કંઇક આ પ્રમાણે છે.
સેમસંગનો આ સ્માર્ટફોન બે સંસ્કરણોમાં ઉપલબ્ધ છે. એકમાં ક્વેલકમ s600 પ્રોસેસર છે, જ્યારે બીજામાં 8 કોર એક્સિનોસ પ્રોસેસર છે. આ સ્માર્ટફોન ડિસપ્લે 4.99 ઇંચ છે. આ સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 4.2.2)જેલીબીન), રેમ 2 જીબી છે. કેમેરો 13 MP ઓટો ફોકસ, વીડિયો ફુલ એચડી સહિત અન્ય આધુનિક ખુબીઓથી યુક્ત છે.












Click it and Unblock the Notifications
