For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIની એલર્ટઃ EMI ટાળવા OTP શેર કરવાની જરૂર નથી, ખાતુ ખાલી થઈ જશે

દેશની સૌથી મોટી બેંકે પોતાના ગ્રાહકોને નવી રીતે થઈ રહેલ સાઈબર ક્રાઈમ માટે એલર્ટ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી બેંકે પોતાના ગ્રાહકોને નવી રીતે થઈ રહેલ સાઈબર ક્રાઈમ માટે એલર્ટ કર્યા છે. લૉકડાઉન વચ્ચે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ હોમ લોન, ઑટો લોન, પર્સનલ લોન કે કોઈ અન્ય પ્રકારની લોન લેનારા લોકોને રાહત આપીને 3 મહિનાની ઈએમઆઈ ટાળવાનો વિકલ્પ આપ્યો છે. આરબીઆઈના નિર્દેશને બેંકોએ માન્યો અને ખાતાધારકોને 3 મહિનાની ઈએમઆઈ ટાળવાની સુવિધા આપી દીધી પરંતુ સાઈબર ક્રિમિનિલ્સે આને હશિયાર બનાવી લીધુ. લોકોએ ઈએમઆઈ રોકવા માટે ઓટીપી શેર કરવાના ફોન કૉલ્સ આવી રહ્યા છે. તેમની પાસે ઓટીપી માંગવામાં આવી રહ્યા છે. એસબીઆઈએ પોતાના ગ્રાહકોને એલર્ટ કરીને આમ ન કરવાની ચેતવણી આપી છે.

એસબીઆઈએ ખાતાધારકોને કર્યા એલર્ટ

એસબીઆઈએ ખાતાધારકોને કર્યા એલર્ટ

એસબીઆઈના સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહેલા એ સમાચારોને ફેક ગણાવ્યા જેમાં ઈએમઆઈ ટાળવા માટે ઓટીપી શેર કરવાની વાત કહેવામાં આવી રહી છે. એસબીઆઈએ પોતાના ગ્રાહકોને સતર્ક કરીને કહ્યુ કે લોકોને લોનની ઈએમઆઈ રોકવા માટે પોતાનો ઓટીપી શેર કરવા માટે કહેવામાં આવી રહ્યુ છે. બેંકે સ્પષ્ટ કર્યુ છે કે આવી કોઈ પણ એડવાઈઝરી કે નિર્દેશ બેંકો તરફથી આપવામાં આવ્યા નથી.

ભૂલથી પણ શેર ન કરતા ઓટીપી

ભૂલથી પણ શેર ન કરતા ઓટીપી

બેંકે કહ્યુ કે ઈએમઆઈ ટાળવા માટે ઓટીપી શેર કરવો જરૂરી નથી. એક વાર ઓટીપી શેર કર્યા બાદ સાઈબર ક્રિમિનલ્સ અને હેકર્સ તમારા ખાતામાંથી પૈસા કાઢે તમારુ અકાઉન્ટ ખાલી કરી શકે છે. એવામાં બેંકે ટ્વીટ કરીને ગ્રાહકોને ઈમેલ અને એસએમએસ મોકલીને એલર્ટ કર્યા છે કે તે કોઈની પણ સાથે પોતાનો ઓટીપી શેર ન કરે. બેંકે ટ્વીટ કર્યુ છે કે ઈએમઆઈ ડિફર્મેન્ટ માટે ઓટીપી શેરિંગની જરૂર નથી બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે તે ઈએમઆઈ ડિફર્મેન્ટ સ્કીલ વિશે માહીતિ માટે બેંકની વેબસાઈટ પરથી માહિતી લેવી.

કોરોનાના દાનના નામે છેતરપિંડી

કોરોનાના દાનના નામે છેતરપિંડી

એટલુ જ નહિ કોરોના વાયરસના નામ પર રાહત કોષમાં દાન આપવાની રીતોથી પણ છેતરપિંડી કરવામાં આવી રહી છે. લોકોને પોતાના નકલી યુપીઆઈ આઈડી દ્વારા છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. તમે એમ વિચારીને ફંડ ટ્રાન્સફર કરો છો કે આ અકાન્ટ પીએમ રાહત કોફ, સીએમ રાહત કોષ કે સરકારના રાહત કોષનુ છે પરંતુ તમારુ આ ફંડ રાહત કોષમાં જવાના બદલે ગુનેગારો પાસે જઈ રહ્યા છે. એવામાં જો તમે દાનઆપવા ઈચ્છતા હોય તો જેસંસ્થાને દાન આપવનુ છે તેમની વેબસાઈટ પર જઈને ત્યાંથી અકાઉન્ટ નંબર કે દાનની રીતો વિશે માહિતી ન લેવી. વળી, ગ્રાહકોને કોરોના વાયરસ અંગેની માહિતીઓ માટે કોઈ પણ લિંક કે મેલ ન ખોલવાની સલાહ આપી છે. ઈમેલ અને લિંક દ્વારા લોકો સાથે છેતરપિંડા કરવામાં આવી રહી છે. એવામાં કોરોના વાયરસ સાથે સંબંધિત માહિતી માટે સરકારી મંત્રાલયો વેબસાઈટ અને એપનો જ ઉપયોગ કરો.

આ પણ વાંચોઃ દેશના કેટલાય રાજ્યોમાં તેજીથી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યાને જોતા સરકારે બનાવી રણનીતિઆ પણ વાંચોઃ દેશના કેટલાય રાજ્યોમાં તેજીથી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યાને જોતા સરકારે બનાવી રણનીતિ

English summary
SBI Customers get calls requesting for an OTP to postpone their EMIs. Once the OTP is shared, money is withdrawn from the bank account of the customer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X