સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં થશે પાંચ બેંકોનું વિલિનિકરણ
નવી દિલ્હી, 11 જૂન: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાની પાંચ સહયોગી બેંકોના વિલિનિકરણ કરવાની તૈયારીમાં છે. આ જાણકારી બેંકના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યએ એક આર્થિક સમાચાર પત્રને આપી.
સ્ટેટ બેંકના પાંચ એસોસિએટ બેંક છે, સ્ટેટ બેંક ઓફ બીકાનેર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર. આ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સાત એસોસિએટ બેંક હતી, જેમાંથી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર તથા સ્ટેટ બેંક ઓફ ઇન્દોરનું તેમાં વિલિનિકરણ થઇ ચૂક્યું છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આ સહયોગી બેંકો અંગે એક દાયકા પહેલા જ વિચાર કરવામાં આવ્યો હતો પરંતુ ઘણા કારણોથી તે નિર્ણય પાછો ઠેલાતા રહ્યો. આ બેંકોના યૂનિયને પણ તેમના વિલિનિકરણમાં અડચણો ઊભી કરી હતી.












Click it and Unblock the Notifications
