નાણાકીય છેતરપિંડીઓ તપાસવા માટે સેબીને વધારે સત્તા મળી શકે

સિક્યુરિટી કાયદામાં પ્રસ્તાવિત મહત્વના સુધારામાં હવે કેપિટલ માર્કેટ નિયંત્રણકને પણ સમાવવામાં આવશે. તેમની પાસે મિલકતો પર છાપા મારવા અને તેને જપ્ત કરવાની સીધી સત્તા રહેશે. તે સંબંધિત દરેક પક્ષને તપાસ હેઠળ આવરી શકશે અને તેમની સામે તપાસ કરી શકશે.
વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર સુધારાઓમાં નિયંત્રણો વધારવામાં આવશે. તે માટે સેબી એક્ટમાં સુધારા, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ, અને ડિપોઝિટરી એકટમાં સુધારા કરવા પડશે.
તેના પરિણામે સેબીને સંપૂર્ણ નિયંત્રણ અને તમામ પ્રકારની નાણાકીય પ્રવૃત્તિ અને છેતરપિંડી પર નજર રાખવી, રૂપિયા 100 કરોડ કે તેથી વધારે જાહેર નાણા રોકાયેલા હોય તેવી યોજનાઓ પર ધ્યાન રાખશે. સીઆઇએસનું કાર્ય પણ સેબીની હેઠળ આવે છે.
અધિકારીઓનું કહેવું છે કે સેબીએ ખાતરી આપી છે કે સરકાર કાયદામાં જરૂરી સુધારા કરશે. આ અંગેની દરખાસ્ત સેબી છેલ્લા ચાર વર્ષથી કરી રહી છે. જોકે સહારા જૂથની ગેરરીતિઓ બાદ તાજેતરમાં સુધારા કરવાની જરૂરિયાત વધારે લાગી રહી છે.












Click it and Unblock the Notifications
