સવારના ટ્રેડમાં સેન્સેક્સ 66 પોઇન્ટ્સ, રૂપિયામાં 5 પૈસા ઘટ્યા

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 173.65 પોઇન્ટના વધારા બાદ આજે 035 ટકા એટલે કે 65.90 પોઇન્ટ ઘટીને 18,738.85 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને આઇટી, કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટર્સના શેર્સમાં મંદી જોવા મળી હતી.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.23 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 13.20 પોઇન્ટ ઘટીને 5,694.85 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે આઇટી મેજર કંપની ઇન્ફોસિસ દ્વારા સપ્ટેમ્બરમાં પૂરા થતા ક્વાર્ટરમાં સારો દેખાવ કરવાની આશા પાર નહીં પડતા માર્કેટમાં ઉત્સાહ જોવા મળ્યો ન હતો. આ ઉપરાંત ફંડ અને રિટેઇલર્સે પણ મોટા પાયે પ્રોફિટ બૂકિંગ કરતાં માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો.
માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટિમાં ઘટાડાની સાથે રૂપિયાના મૂલ્યનું અવમૂલ્યન જોવા મળ્યું હતું. યુએસ ડૉલર સામે આજે રૂપિયો 5 પૈસા ઘટીને 52.73 પર ટ્રેડ થઇ રહ્યો હતો.












Click it and Unblock the Notifications
