દિવસની શરૂઆતમાં સેન્સેક્સ ઊંધા માથે પટકાયો

સેન્સેક્સનો 30 શેર્સનો ઇન્ડેક્સ ગઇ કાલે 84.38 પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. આજે સવારે તે 0.68 ટકા એટલે કે 127.22 પોઇન્ટ ઘટીને 18,666.14 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો.
આજે એનએસઇના નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટિ 0.76 ટકા એટલે કે 43.20 પોઇન્ટ ઘટીને 5,661.40 પર ટ્રેડ થઇ રહ્યો હતો.
આ અંગે બ્રોકર્સનું કહેવું છે કે આજે સેન્સેક્સમાં પ્રોફિટ મેળવવા માટે વેચવાલીને વેગ મળ્યો હતો. બીજી તરફ અમેરિકાના માર્કેટમાં જોવા મળેલી મંદીને પગલે સવારે એશિયાના માર્કેટ પણ ડાઉન રહ્યા હતા. બંને પરિબળોની અસર ભારતીય શેર માર્કેટ પર જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
