સેન્સેક્સમાં 526 અંકનો કડાકો

અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન બેન બર્નાન્કેએ કહ્યું છે કે અર્થવ્યવસ્થામાં સુધારો જારી રહ્યો તો ક્યૂઇ 3 ઘટાડવામાં આવશે. 2014 મધ્ય સુધી ક્યૂઇ 3 સંપૂર્ણપણે ખત્મ થઇ જશે. જો કે, બોન્ડ ખરીદ યોજનામાં હાલ કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.
બજાર અંદાજે ત્રણ ટકા લથડ્યું. જે ટકાના આધારે 22 સપ્ટેમ્બર 2011 પછી સૌથી મોટો કડાકો છે. સેન્સેક્સ 526 અંક તૂટીને 18719 અને નિફટી 166 અંક તૂટીને 5656 પર બંધ રહ્યો. મીડકેપ અંદાજે 3 ટકા અને સ્મોલકેપ અંદાજે 2 ટકા લથડ્યાં છે.
રિયલ્ટી, મેટલ, બેન્ક, પાવર, ઓયલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ શેર 5.3 ટકા લથડ્યા. પીએસયૂ, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, ટેક્નિક, આઇટી શેર 2.75-2 ટકા તૂટ્યા. ઓટો અને એફએમસીજી સેર 1.7 ટકા ઘટ્યા. હેલ્થકેર શેર 0.7 ટકા ડાઉન થયાં છે.












Click it and Unblock the Notifications
