For Quick Alerts
For Daily Alerts
માર્કેટમાં સેન્સેક્સ 75 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો
મુંબઇ, 15 ઑક્ટોબર : આજે દિવસની શરૂઆતમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ 75 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. સેન્સેક્સમાં ફૂગાવાના નવા આંકડા જાહેર થવા પહેલાની સ્થિતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ક્વાર્ટર 2ના પરિણામોને પગલે માર્કેટમાં નરમાઇ જોવા મળી રહી હતી.
આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના સેશનમાં 129.57 પોઇન્ટના નુકસાન બાદ આજે 0.39ટકા એટલે કે 74.52 પોઇન્ટ ઘટીને 18,600.66 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને ઓટો અને બેંકિંગ શેર્સમાં વધારે વેચવાલી જોવા મળી હતી.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.44 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 25 પોઇન્ટ વધીને 5,451.05 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં વેચવાલીને કારણે વેચવાલી જોવા મળી હતી.