For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રુડ, યુરો, ગ્રીસના સંકટે સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઘટાડો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 6 જાન્યુઆરી : દુનિયાભરના બજારોમાં આવેલો જોરદાર ઘટાડાની અસર ઘરેલૂ બજારોમાં પણ જોવાને મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ક્રુડ, યુરો, ગ્રીસના સંકટે ડામાડોળ સ્થિતિ ઉભી કરી છે. જેના પગલે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5% નો ઘટાડો નોંધાયો છે. આજે ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઘટાડો નોંધયો હતો. જ્યારે નિફ્ટી ઘટીને 8230ની સપાટીએ આવી ગયો હતો.

બીએસઈના બધા સેક્ટર ઈન્ડેક્સ રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે. જ્યારે કેપિટલ ગુડ્ઝ, રિયલ્ટી અને ઑટો શેરોમાં સૌથી વધારે વેચાણ નજરમાં આવ્યુ છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વેચવાલી છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 405 અંક મતલબ 1.5% ઘટાડાની સાથે 27437 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 117.5 અંક મતલબ 1.4% ઘટીને 8261 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

stock-markets-6

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન ટાટા મોટર્સ, સેસા સ્ટરલાઈટ, કેર્ન ઈન્ડિયા, અંબુજા સિમેન્ટ, ઓએનજીસી, ટાટા પાવર અને ઈન્ફોસિસ જેવા દિગ્ગજ શેરોમાં 3.1થી 2% ની કમજોરી આવી છે.

મિડકેપ શેરોમાં તિલક ફાઈનાન્સ, રિલેક્સો ફૂટવિયર, ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, જેપી ઈન્ફ્રા અને સિમ્ફની સૌથી વધારે 10થી 3.5% સુધી તૂટ્યા છે. સ્મૉલકેપ શેરોમાં સ્પાઈસ મોબિલિટી, આધુનિક ઈન્ડસ્ટ્રીઝ, કેએસએલ, ડાયમંડ પાવર અને મિશ્કા ફાઈનાન્સ સૌથી વધારે 8.1થી 4.8% સુધી ઘટ્યા છે.

સવારે 10 વાગ્યે BSE સેન્સેક્સ 564.25 પોઈન્ટ ઘટીને 27278.07 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 173.75 પોઈન્ટ ગગડીને 8204.65 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

English summary
Sensex Falls Sharply as Global Markets Sink on Crude, Euro, Greece Worries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X