બપોરના સેશનમાં માર્કેટમાં તેજીનો પવન

સવારના સેશનમાં નકારાત્મક ઓપનિંગ બાદ બપોરના સેશનમાં માર્કેટમાં પોઝિટિવ વલણ જોવા મળ્યું હતું. બીએસઇ સેન્સેક્સ સવારના 18,786.14 પોઇન્ટથી 95 પોઇન્ટ વધીને 18,912.87 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ ઉપરાંત એનએસઇનો નિફ્ટી પણ 20.90 પોઇન્ટ વધીને 5,745.30 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો.
માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે બરાક ઓબામાના વિજય બાદ માર્કેટમાં તેજી જોવા મળી હતી. આજે માર્કેટમાં રિયલ્ટી, મેટલ, બેંકિંગ, હેલ્થકેર અને આઇટી સ્ટોક્સમાં તેજી જોવા મળી હતી.
આજે દિવસની શરૂઆતમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ 24 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. આજે અમેરિકામાં આઉટસોર્સિંગ વિરોધી બરાક ઓબામાની જીતની શક્યતા પ્રબળ બનતા માર્કેટ પર નકારાત્મક અસર જોવા મળી હતી.
આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર 0.13 ટકા એટલે કે 23.84 પોઇન્ટ ઘટીને 18,793.54 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને આઇટી શેર્સમાં નેગેટિવ વલણ જોવા મળ્યું હતું.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.












Click it and Unblock the Notifications
