સેન્સેક્સ વધ્યો અને રૂપિયો ગગડ્યો

એક્સપર્ટના મત મુજબ ડૉલર સામે રૂપિયો નબળો પડવાનું કારણ વિદેશના બજારોમાં યુરો અને અન્ય ચલણ સામે અમેરિકાનું ચલણ ડૉલર વધારે મજબૂત બન્યું છે. જેના કારણે રૂપિયો નબળો પડ્યો છે.
આ દરમિયાન શરૂઆતના ટ્રેડિંગમાં બીએસઇ સેન્સેક્સ 0.28 ટકા એટલે કે 52.65 પોઇન્ટ જેટલો વધીને 18,815.39 પોઇન્ટ પર ટ્રેડિંગ કરી રહ્યો હતો.
ગયા શુક્રવારે ભારતના બજારોમાં વિદેશી મૂડીનો પ્રવાહ ઠલવાતા, સ્ટોક માર્કેટમાં નીતિગત સુધારાઓની શક્યતાને પગલે આવેલી તેજીને પરિણામે રૂપિયો 17 પૈસા વધીને છેલ્લા પાંચ મહિનાની સૌથી ઊંચી સપાટી 52.85 પર પહોંચ્યો હતો.












Click it and Unblock the Notifications
