સવારના સેશનમાં માર્કેટમાં તેજીનો પવન

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 29.63 પોઇન્ટના વધારા બાદ આજે 0.63 ટકા એટલે કે 116.29 પોઇન્ટ વધીને 18,455.29 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને રિયલ્ટી, ઓટો શેર્સમાં રિકવરી જોવા મળી હતી.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.59 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 32.60 પોઇન્ટ વધીને 5,604.00 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે એશિયાના બજારોમાં જોવા મળેલી તેજી, અમેરિકામાં નવા સુધારાને કારણે આર્થિક સંકટ હળવું થશે એવા સમાચારોને પગલે સકારાત્મક વલણ જોવા મળ્યું હતું.












Click it and Unblock the Notifications
