ધીમા સુધારા બાદ સેન્સેક્સ 33 પોઇન્ટ ગગડ્યો

ગઇકાલની પછડાટ બાદ આજે સવારે સામાન્ય વધારા સાથે ખૂલેલો બીએસસીનો સેન્સેક્સ એફએમજીસી, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઇટી સેક્ટરમાં જોવા મળેલી વેચવાલીને પગલે 0.18 ટકા એટલે કે 33.06 પોઇન્ટ ઘટીને 18,627.37 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે એનએસઇના નિફ્ટિ 0.17 ટકા એટલે કે 9.35 પોઇન્ટ ઘટીને 5,642.80 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો.
આજે દિવસની શરૂઆતમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ 26 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. ગઇકાલે ફંડ અને છૂટક રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગ કરતા સેન્સેક્સમાં ગાબડું પડ્યું હતું.
આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 162.26 પોઇન્ટના નુકસાન બાદ આજે 0.14 ટકા એટલે કે 26.55 પોઇન્ટ વધીને 18,657.65 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને રિયલ્ટી, ઓઇલ, ગેસ અને મેટલના શેર્સમાં રિકવરી જોવા મળી હતી.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.18 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 10.05 પોઇન્ટ વધીને 5,662.20 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં નવી ખરીદીને કારણે સકારાત્મક વલણ જોવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
