સેન્સેક્સમાં 98 પોઇન્ટના વધારા સાથે સકારાત્મક વલણ

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 135.85 પોઇન્ટના નુકસાન બાદ આજે 0.53 ટકા એટલે કે 98.07 પોઇન્ટ વધીને 18,675.77 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને રિયલ્ટી, ઓઇલ, ગેસ અને મેટલના શેર્સમાં રિકવરી જોવા મળી હતી.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.50 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 28.45 પોઇન્ટ વધીને 5,676.45 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે રિયલ્ટી અને આઇટી સેક્ટરમાં રિકવરી ફંડ તથા છૂટક રોકાણકારોએ એશિયાના માર્કેટમાં જોવા મળેલી તેજીને પગલે ખરીદી કરતા માર્કેટ ઊંચકાયું હતું. જેના કારણે સકારાત્મક વલણ જોવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
