For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવું રોકાણ સેન્સેક્સને 40,000ના સ્તરે પહોંચાડી શકે : ક્રિસ વૂડ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 નવેમ્બર : ભારતીય સ્ટોક માર્કેટ સૂચકાંક બીએસઇ સેન્સેક્સમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં 33 ટકાનો વધારો નોંધાયો છે. આ કારણે રોકાણકાર નવાં નાણાંનું રોકાણ ખચકાટ અનુભવે એ સ્વાભાવિક છે. આમ છતાં સેન્સેક્સ 40000ના સ્તરે પહોંચવાની ક્ષમતા ધરાવે છે તેવો આશાવાદ સીએલએસએના એમડી અને ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ વૂડે વ્યક્ત કર્યો છે. તેમણે ભારતીય બજારમાં વધુ તેજીનો ભરોસો આપ્યો છે.

'ગ્રીડ એન્ડ ફીયર' રિપોર્ટના લેખક વૂડ સોમવારે ભારતની મુલાકાતે હતા. જેમાં તેમણે ફીયર (ગભરાટ) કરતાં વધુ ગ્રીડ (લોભ)ની વાત કરી હતી. વૂડના જણાવ્યા અનુસાર ઇન્વેસ્ટમેન્ટ સાઇકલ પલટાશે તો સેન્સેક્સ (2014માં 33 ટકા વળતર સાથે વિશ્વનો સૌથી વધુ વળતર આપનારો સૂચકાંક) 40,000ની સપાટીએ પહોંચશે એવી શક્યતાને નકારી શકાય નહીં.

આવો જાણીએ વૂડના મતે સેન્સેક્સ કેવી રીતે 40,000 થઇ શકે?...

વૂડનો તર્ક શું છે?

વૂડનો તર્ક શું છે?


વૂડે આ પાછળનો તર્ક સમજાવતા જણાવ્યું કે બજાર વર્તમાન સ્તરથી ઘટશે તો ભારતીય બજારમાં રોકાણ વધશે. આ અંગે વૂડે અગ્રણી બિઝનેસ દૈનિક ઇટી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે 'ભારતમાં નવી ઇન્વેસ્ટમેન્ટ સાઇકલ ચાલુ થશે તો મારા મતે સેન્સેક્સ ટૂંક સમયમાં 40,000ની સપાટીએ પહોંચશે. ભારતે એવા વડાપ્રધાનને ચૂંટ્યા છે જે હાલના તબક્કે વિશ્વના કોઈ પણ વડાપ્રધાન કરતાં વધુ પ્રમાણમાં વૃદ્ધિ માટે કટિબદ્ધ છે.'

મોદીની મહત્વકાંક્ષા મેજિકલ

મોદીની મહત્વકાંક્ષા મેજિકલ


વૂડે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મોદીની જીતના આશાવાદે શરૂ થયેલી તેજી હજુ અકબંધ છે. મોદી આગામી પાંચ વર્ષ કાર્યરત રહેશે તો ઘણી બાબતોમાં ફેરફાર થશે, પરંતુ સૌથી મોટું જોખમ કોઈ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા પરની નિર્ભરતા છે.

ઇન્વેસ્ટર્સ ભારતનું ઇન્વેસ્ટમેન્ટ વેઇટેજ વધારી શકે

ઇન્વેસ્ટર્સ ભારતનું ઇન્વેસ્ટમેન્ટ વેઇટેજ વધારી શકે


તેમણે કહ્યું હતું કે, "ભારતમાં કોઈ પણ પ્રકારે અંડરપર્ફોર્મ કરશે તો હું મારા એસેટની ફાળવણીમાં વધારો કરીશ. જાપાન સિવાયના એશિયા પેસિફિક સૂચકાંકમાં ભારતનું વેઇટેજ 7 ટકા છે ત્યારે હું ભારત માટે 18 પોઇન્ટનું વેઇટેજ ધરાવું છું. આ આંકડો બેન્ચમાર્કની તુલનામાં 11 ટકાનું ઓવરવેઇટ સૂચવે છે. જોકે, કોઈ પણ ઘટાડે હું ભારતનું વેઇટેજ વધારી 21 ટકા સુધી લઈ જવાનો પ્રયાસ કરીશ. હું ભારત માટે બેન્ચમાર્કની તુલનામાં ત્રણ ગણા વધુ ઓવરવેઇટની પોઝિશન રાખવા માંગું છું.''

કયા સેક્ટર્સમાં તેજી હશે?

કયા સેક્ટર્સમાં તેજી હશે?


વૂડના જણાવ્યા અનુસાર આગામી પાંચ વર્ષ માટે ભારત કદાચ એશિયા અને ઊભરતાં બજારોમાં સૌથી આકર્ષક રોકાણ વિકલ્પ છે. ક્રિસ વૂડે ખાનગી બેન્કો, અમુક કન્ઝ્યુ. કંપનીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મીડિયા, રિયલ એસ્ટેટ અને ઇ-કોમર્સ કંપનીઓને રોકાણ માટે આકર્ષક ગણાવી હતી. તેમના અંગત મંતવ્ય મુજબ અમેરિકા આવતા વર્ષે વ્યાજદરમાં વધારો નહીં કરે. કારણ કે અમેરિકાનું અર્થતંત્ર બધાં માને છે એટલું મજબૂત નથી.

English summary
Sensex will touch 40000 mark, if new investment cycle turns on : Chris Wood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X